Ambalal Patel Prediction : ગુજરાતમાં ત્રણ સિસ્ટમ એક્ટિવ થયા ચારેતરફ વરસાદી માહોલ છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. શું છે તેમની નવી ભવિષ્યવાણી જાણીએ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલમાં ૧ થી ૩ ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. રાજ્યમાં ૨૮ ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ આવી શકે છે. જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.
ગુજરાતમાં અહી ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત રાજકોટ, ચોટીલા, થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. સુરેન્દ્રનગરમાં હળવદ અને ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.