નાના અને મધ્યમ વર્ગીય ખેડૂત પોતાની કૃષિ આવકમાં વધારો કરી શકે તેવા ઉદ્દેશ્યથી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે, આ યોજના અંતર્ગત બધાજ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને દરેક વર્ષે 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.
આ સહાયની રકમ એ DVT માધ્યમ દ્વારા દરેક ખેડૂતોના બેંક ખાતામાં સીધીજ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 13 હપ્તાઓ ચૂકવાઈ ગયા છે, હવે બધાજ ખેડૂતો દરેક 14મા હપ્તાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
કર્ણાટકના બેલગાવીમાં 27 ફેબ્રુઆરી 2023ના રોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રૂ. 16,000 કરોડના બજેટની સાથે સાથે, 13મા હપ્તામાં લગભગ આઠ કરોડ જેટલા ખેડૂતોના ખાતાઓમાં ₹ 2000 રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવીતી.
અહીં અમે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત આપવામાં આવેલ દરેકે દરેક હપ્તા 4 મહિનાના સમયગાળામાં ચૂકવવામાં આવતા હોય છે, આથી 14મો હપ્તો પણ જૂન-જુલાઈ મહિના ની વચ્ચે ખેડૂતોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
જે ખેડૂતોને હજી સુધી 13મોં હપ્તો નથી મળ્યો તેવા ખેડૂતોના ખાતામાં એક સાથે 4000 ની રકમ જમા કરી દેવામાં આવશે પરંતુ ઈ કેવાઇયસી કરેલી હોવી ફરજીયાત છે જો નહિ હોય તો 13માં હપ્તાની અને 14 માં હપ્તાની રકમ જમા થશે નહિ આ માટે તમારે નીચે તમે ઓનલાઇન ઘરે બેઠા પણ ઈ કેવાયસી કરાવી શકો છો. નીચે આપેલ લિંક પર ક્લિક કરીને.
ખાસ નોંધ :- આ લેખ અમે બીજી વેબસાઈટ પર થી લીધેલ છે જેની સૌ લોકોએ જાણ લેવી, આ લેખમાં લખેલી જે કઈ પણ માહિતી છે તેની જવાબદારી અમે લેતા નથી. અમે માત્ર આ માહિતીને તમારા સુધી પોહ્ચાડવાનું કાર્ય કરી રહ્યા છીએ.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.