You are currently viewing હવે તો ખમૈયા કરો મારા બાપ, રાજ્યમાં વરસાદના લીધે ૯ લોકોનાં મોત ચારે તરફ તબાહીજ તબાહી જુઓ અહીં ક્લિક કરીને

હવે તો ખમૈયા કરો મારા બાપ, રાજ્યમાં વરસાદના લીધે ૯ લોકોનાં મોત ચારે તરફ તબાહીજ તબાહી જુઓ અહીં ક્લિક કરીને

રાજ્યમાં છેલ્લા 30 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં વરસાદને લીધે બનેલ ઘટનાઓ થી નવ જેટલા લોકોના મોત નિપજ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા 30 કલાકમાં 200 મીમીથી પણ વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. ભારતીય હવામાન વિભાગ IMD ના જણાવ્યા અનુસાર શનિવારના રોજ વિવિધ જિલ્લાઓમાં ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ પડી રહ્યો છે. અને રવિવાર અને સોમવારે પણ ભારે વરસાદ પડવાની આગાહીઓ કરવામાં આવી છે. જૂનાગઢ, જામનગર, મોરબી, કચ્છ, સુરત અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદને લીધે જનજીવન ખરાબ રીતે  પ્રભાવિત થઇ ગયું છે.




સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ સવારે મુશળધાર વરસાદને લીધે ગામલાઓના રસ્તાઓ બંધ થઇ ગયા હતા અનેક શહેરો અને નગરોના રસ્તાઓ પર ચારે તરફ પાણીમાં ભરાઈ ગયા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 37 તાલુકાઓમાં છેલ્લા 30 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.




મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીમાં છેલ્લા 30 કલાકમાં 299 મીમી વરસાદ નોંધાયો છે. મળતી માહિતી મુજબ 298 મીમી વરસાદ સાથે જૂનાગઢ વ્યારા પછી બીજા ક્રમે છે. જ્યારે તાપીના વાલોડ તાલુકામાં 288 મીમી, સુરતના મહુવામાં 256, જામનગર શહેરમાં 236, સુરતના બારડોલીમાં 223 અને તાપીના ડોલવણમાં 206 મીમી વરસાદ નોંધાયો છે. એસઇઓસી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શુક્રવારે સવારે 6 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે 15 તાલુકાઓમાં 40 મીમીથી વધુ જ્યારે જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં 177 મીમી વરસાદ નોંધાયો હતો.




હવામાન વિભાગ દ્વારા શુક્રવારે જારી કરાયેલી આગાહી મુજબ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં શનિવારે મુશળધાર વરસાદ થવાની સંભાવના છે જ્યારે રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. રવિવાર અને સોમવાર થવાની શક્યતા છે. એસઇઓસી દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન મુજબ, રાજ્યમાં છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં નવ લોકોના મોત થયા છે.




નિવેદન અનુસાર, ગુરુવારે દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓમાં પંચમહાલ જિલ્લામાં ચાર અને આણંદ જિલ્લામાં બે બાળકોના મોત થયા હતા. આ ઉપરાંત, ગુરુવારે જામનગર અને અરવલ્લી જિલ્લામાં ડૂબી જવાથી બે લોકોના મોત થયા હતા, જ્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં શુક્રવારે એક મહિલા પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી, નિવેદનમાં જણાવાયું છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply