Amazing Business Idea(બિઝનેસ આઇડિયા):- આમ તો ઘણા બધા લોકો પોતાનો બિઝનેસ શરુ કરવનું વિચારતા હોય છે. અને તેઓ એ બિઝનેસ માં સફળ થશે કે નહીં તેવા પ્રશ્નને પોતાના જ મનમાં ઉભા કરીને આગળ વધી સકતા નથી. જ્યારે આ 13 વર્ષના છોકરાને એવો ગજબનો આઇડિયા આવ્યો અને તેણે તરતજ અમલમાં પણ મૂકી દીધો પછીતો શું આજે તે ધોમ કમાણી કરે છે.
લોકો કહેતા હોય છે કે બાળકોનો અનુભવ અને જ્ઞાન એ પુખ્ત વ્યક્તિની સરખામણીમાં ખુબજ ઓછા હોય છે. જેના લીધે લોકો બાળકોને ગંભીરતાથી લેતા નથી. પરંતુ દુનિયામાં ઘણા એવા પણ બાળકો હોય છે જેણે મોટા મોટા લોકોને પણ પાછળ છોડી છે.
આજે અમે એવા બાળક ની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે માત્ર 13 વર્ષની ઉમરેજ એવો બિઝનેસ કરી રહ્યો છે કે થોડાક સમયમાં તો તે આપડા મોટાભાઈ ને પણ પાછળ રાખી દેશે.
ઓસ્ટ્રેલિયાના રહેવાસી બેન એડલર બ્રાઇટનએ થોડા સમય પહેલાં પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર કર્યો હતો. પરંતુ ઘણા બધા લોકોએ એવું કહ્યું હતું કે હજુ તું આ કામ માટે બહુજ નાનો છો. પરંતુ આજે તે બધા લોકોને સાબિત કરી બતાવ્યું છે. અને તેણે પોતાની મહેનતથી અને કુશળતાથી એવી નોકરી મેળવી લીધી કે તે વીકેન્ડમાં માત્ર થોડી મિનિટો કામ કરે છે અને અઢળક પૈસાઓ કમાય છે. તે ઓછી મહેનત માં વધુ કમાણી કરીલે છે. કલાકના લેખે રૂ.3000ની કમાણી કરી રહ્યો છે.
બેન એડલર બ્રાઇટનએ માત્ર 13 વર્ષનો જ છે અને તેણે ખુબજ નાની ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો છે. અમે જાણવી દઈએ કે તેનું કામ લોકોના ઘરની બહાર શેરીના નંબરો લખવાનું છે. ઘરની બહાર કલર વડે લખવા માટે અંદાજિત 1500 રૂપિયા લે છે. એકી સાથે 2 ઘર માટે તેને ટુંકા ગાળામાં 3000 રૂપિયા સુધી મળી રહે છે. અને તે આ કામ રાજાઓના સમયમાંજ કરે છે.
બેને એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે તે આ પૈસાનો ઉપયોગ પોતાની સ્કુલ ની ફી અને બીજા ખર્ચાઓ માં કરે છે. જેથી તેને તેના માતા પિતા પાસે થી પૈસા ન માંગવા પડે અને સાથે તેને એ પણ જણાવ્યું કે જે કઈ થોક પૈસા વધે છે તે પોતે બચાવીને પોતાનો બિઝનેસ વધારવા માં ઉપયોગ કરે છે.
અહીં અમે તમને જણાવી દઈએ કે તે રજાઓના દિવસોમાં 10 થી 12 સુધી કામ કરે છે અને ક્યારેક ક્યારેક તો તેને તેના કામ માટે 5 થી 10 કિલોમીટર સુધી સાઇકલ ચલાવીને જવું પડે છે. મીડિયા દ્વારા બેને ના ગ્રાહક ને પુછવામા આવ્યું કે તેનું કામ કેવું છે તો તેના ગહકે જણાવ્યું કે આવડી ઉમર માં પણ આટલું સચોટ અને ઈમાનદારી પૂર્વક નું કામ મેં ક્યારેય પણ નહિ જોયું.
ખરે ખર જો આ બાળક ની જેમ આપણા ભારત દેશના બાળકો પણ નાની ઉમરથીજ રજાઓ ના દિવસો માં ધમાલ મસ્તી અને હરવા ફરવા જવાને બદલે કંઈક સારો બિઝનેસ શરુ કરે તો આજે આપણો ભારત દેશ પણ બીજા અમેરિકા જેવા દેશોની જેમ પહેલા નંબર પર આવી શકે છે. અને આપણા ભારત દેશની આર્થિક સ્થિતિ સારી બની શકે છે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.