You are currently viewing 4 એકર જમીન માં એવા પાકનું વાવેતર કર્યું કે સીધી 10 લાખ ની થઇ કમાણી, જાણો અહીં ક્લિક કરીને

4 એકર જમીન માં એવા પાકનું વાવેતર કર્યું કે સીધી 10 લાખ ની થઇ કમાણી, જાણો અહીં ક્લિક કરીને

Ashwagandha Farming: બાપદાદાની ખેતી સિવાય હવે ખેડૂતો ઔષધીય પાકોની ખેતી કરવામાં રસ દાખવી રહ્યા છે. રાજસ્થાનના ભરતપુરમાં ખેડૂતે પોતાની પરંપરાગત ખેતી છોડી અને ઔષધીય પાક અશ્વગંધા ની ખેતી કરવાનું શરુ કર્યું આજે આ ખેડૂત દર વર્ષે લાખો રૂપિયા કમાય રહ્યા છે.




રાજેસ્થાનના ખેડૂત જ્યોતિરામ ગુર્જરે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષો થી તેમના મિત્ર પોતાની બે એકર જમીન પર અશ્વગંધાની ખેતી Ashwagandha Farming કરીને સારી એવી કમાણી કરતા હતા. જ્યોતિરામ ગુર્જરે કહ્યું કે મેં તેઓની સલાહ લઇ અને બે વર્ષ પહેલા મારી પોતાની 4 એકર જમીનમાં અશ્વગંધાનું ઔષધિનું વાવેતર શરૂ કર્યું હતું. આ ઔષધિને વાવેતર કાર્ય બાદ તે 5 થી 6 મહિનામાં તૈયાર થઈ જાય છે. અને આને વેચવા માટે કોઈ માર્કિટ પર જવું પડતું નથી દવા બનાવનાર કમ્પની પોતેજ આને ખેતર પરથી લઇ જાય છે અને ભાવ પણ સારા એવા આપે છે.




અહીં અમે તમને જણાવી દઈએ કે યુનાની દવાઓમાં અશ્વગંધાનું ખુબજ વિશેષ મહત્વ રહેલું છે. આના લીધે ઘણા પ્રકારના રોગોમાં ફાયદો મળે છે. ડૉક્ટરોનું કહેવું છે કે અશ્વગંધાનો ઉપયોગ કરવાથી સફેદ વાળ અને સ્થૂળતાથી અમુક અંશે બચી શકાય છે અને સાથે સાથે આંખોની રોશનીમાં, ગળાના રોગોમાં, ટીબીની બીમારીમાં, છાતીમાં દુખાવો હોય કે પછી પેટની સમસ્યા અને નબળાઈમાં પણ ખુબજ ઉપયોગી સાબિત થાય છે.

આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply