All India Gujarati Samaj List PDF : બધાજ લોકો ઉનાળાની રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે ઉનાળો આવે અને ફરવા માટે નીકળી જઈએ. અને એમ પણ આપણા ગુજરાતી લોકો તો બાળકોના ના વેકેશ પડવાના 1 મહિના અગાઉજ બહાર ફરવા માટેની બધી ત્યારીઓ કરી લેતા હોય છે અને જેવું વેકેશન પડે એટલે બોરિયા બિસ્તરા બાંધીને ફરવા માટે નીકળી પડતા હોય છે.
પરંતુ બહાર ફરવા જઈએ એટલે સૌથી મોટો પ્રશ્ન આપણને રહેવાનો અને ખાસ કરીને જમવાનો હોય છે, કારણ કે અત્યારના સમયમાં રહેવા અને જમવાનું ખુબજ મોંઘુ થઇ ગયું છે અને પૈસા દેતા પણ જો સારી જગ્યા મળી જાય તો તો ભગવાન મળી જાય એવું કહેવાય છે.
પણ બહાર ફરવા માટે ગયા હોઈએ ત્યારે આપણને આપણું ગુજરાતી જમવાનું ખુબજ યાદ આવતું હોય છે. તમને ઘણા બહાર રેસ્ટ્રોરન્ટ મળી જશે જ્યાં ગુજરાતી જમવાનું મળતું હોય પરંતુ તેમાં આપનો સ્વાદ ન મળે આથી જ આપણા ગુજરાતી લોકોએ આ બધીજ બાબતોને ધ્યાને રાખીને આખા ભારત દેશમાં ગુજરાતી સમાજ (All India Gujarati Samaj) બનાવ્યા છે જ્યાં તમને સારું ગુજરાતી જમવાનું અને સાથે રહેવાની પણ સુવિધા મળી જશે.
આ લેખ માં અમે તમને ભારત દેશમાં આવેલા વિવિધ ગુજરાતી સમાજ ના સરનામાં અને તેના ફોન નંબર વિશે માહિતી આપી શું તો આ લેખ ને અંત સુધી જરુથી વાંચ જો.
All India Gujarati Samaj List PDF (ગુજરાતી સમાજ નું લિસ્ટ)
મિત્રો એવું કહેવાય છે કે ”જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ વાત ને સાર્થક કરતા આપણા ગુજરાતી લોકોએ આખા ભારત દેશમાં વિવિધ (All India Gujarati Samaj) જગ્યાએ સમાજોનું નિર્માણ કર્યું છે. જ્યાં ગુજરાતી લોકો ને સારું રહેવાનું અને સારું જમવાનું મળી રહે. અને એ પણ ખુબજ ઓછી કિંમતમાં
આ ગુજરાતી સમાજ ભારતમાં દિલ્લી, મુંબઈ, ગોવા, ઉટી, કેરળ, પુણે, વગેરે સ્થળો પર આવેલા છે. જેનું તમે ઘરે બેઠા ઓનલાઇન અને ઓફલાઈન ફોન કરીને પણ બુકીંગ કરવી શકો છો.
અમે નીચે ભારત માં આવેલા ગુજરાતી સમાજના ફોન નંબર અને સરનામાં ની pdf આપેલી છે જે “અહીં ક્લિક” પર ક્લિક કરીને મેળવી શકો છો.
ગુજરાતી સમાજના ફોન નંબર અને સરનામાં ની pdf મેળવવા માટે :- અહીં ક્લિક કરો
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.