Biporjoy Cyclone: દેશમાં આવનારા દિવસોમાં ચોમાસું કેવું રહેશે અને કયાં ક્યાં રાજ્યોમાં કેવો કેવો વરસાદ પડશે તેના માટે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પોતાનું પૂર્વાનુમાન રજુ કર્યું છે. એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું કે દેશમાં આ વર્ષે વરસાદ ઓછો પડે તેની સંભાવના દેખાઈ રહી છે. તેઓએ કહ્યું કે ભારતમાં ચોમાસાના ચાર મહિનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
દેશની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટએ કહ્યું કે, અરબ સાગરમાં બિપોરજોય નામનું વાવાઝોડું કે જેણે કેરળમાં ચોમાસુ બેસે તેના સમયગાળામાં ખુબજ મોટા વિઘ્નો પેદા કાર્ય હતા જેને લીધે કેરળમાં ચોમાસુ તેની નિયમિત તારીખો કરતા મોડું પોહ્ચ્યું હતું. આ વાવાઝોડું હવે વરસાદી સિસ્ટમોને પણ અવરોધ પેદા કરશે. તો બીજી બાજુ એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ચોમાસું એ સામાન્ય રીતે મહારાષ્ટ્ર, ઓડિશા અને અડધા તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારને 15 જૂન સુધીમાં પોહચી જશે. પરંતુ હાલ આ વિસ્તારોમાં વરસાદ પડ્યો જ નથી.
દેશમાં આવનારા ચોમાસા પર અલ નીનોની અસર થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ ઉપરાંત બીજા પણ ઘણા પરિબળો ચોમાસા પર અસર કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ ઓછો પડી શકે છે. સ્કાયમેટે જણાવ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝન (જૂનથી લઈને સપ્ટેમ્બર) મહિના સુધીમાં સરેરાશ 94% વરસાદ પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. એટલે કે અને પરથી એવું જણાઈ રહ્યું છે કે સામાન્ય કરતા ઓછો વરસાદ પડે તેવી સંભાવનાઓ રહેલી છે.
(હવામાનની માહિતી) દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.