ભારતમાં કે અન્ય દેશમાં ટેકનોલોજી ન હતી ત્યારે પણ વરસાદનું અનુમાન, ભુર્ગભમાં જળ કઈ જગ્યા એ છે તે જોવા માટે અમુક પધ્ધતિ વિકસાવામાં પણ આવી હતી. ત્યારે જગતનો તાત પણ પોતાના ખેતરમાં કુવો અથવા તો બોર કરાવે છે ત્યારે પાણી આવશે કે નહી તેની ઘણી ચિંતા ખેડૂત કરતા હોય છે. તેમજ બોર કે કુવો કરાવ્યા પહેલા તેની અમુક જુની પધ્ધતિથી જ ભુર્ગભમાં પાણી કઈ જગ્યાએ છે. તે બધું જોતા હોય છે
ટેક્નોલોજી વગર ભૂગર્ભમાં પાણી કઈ જગ્યાએ છે અને તે કઇ રીતે જોવાઇ તે અંગેની પણ માહિતી હવામાન નિષ્ણાત અંબાલાલ પાસેથી જ આપડે સમજ મેળવીએ
ગુજરાતના હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલ જણાવ્યુ છે કે, ભૂગર્ભમાંજળ છે કે નહી તેના ઘણા ઘણા પ્રયોગ દ્વારા જ જોવામાં આવતુ હતુ. તેમાંથી એક નામચીન મનોવૈજ્ઞાનિક પધ્ધતિ, જૈવિક પધ્ધતિ અને ડ્રાઉઝિંગ પદ્ધતિથી જોવામાં આવે છે. સળિયાવાળો પ્રયોગ ખુબજ વધુ સુસંગતા રહે છે.
તાંબાના 18 ઈંચ જેટલો લાબો અને 6 ઈંચ 90 અંશના ખુણે વળેલો અને 3 થી 4 એમએમ ધરાવતા તાંબાના સળિયા લેવાના. ત્યાર બાદ સલિયાને બંને હાથમાં સમાંતર રાખી સીધા ચાલતા જવાનાનુ રહેશે. જે જગ્યા એ પાણી હશે તે જગ્યાએ સળિયા મૂળ સ્થિતિ માંથી પોહળા થવા લાગશે. અને 15 અંશના ખુણે પોહળા થતા થતા ધીરે ધીરે તે 180ના અંશ ખુણે થશે.
પાણી ઉપર હશે તો તે વર્તૃળ ખુબજ મોટું બનશે. તેમજ જમીનમાં કાંકરા હશે તો વર્તૃળ ખુબજ મોટું થશે. જે જગ્યાએ પાણી ઉંડુ હશે ત્યાં વર્તૃળ ખુબજ નાનું બનશે. જે જગ્યા ખુણા પર હશે તો સળિયો એક બાજુ ખુણે નમશે.
તમે હાથમાં શ્રીફળ રાખીને પણ તેનો પ્રયોગ કરતા હોય છે જયારે સળિયાવાળા પ્રયોગમાં તે સુસંગતા રહે છે તેવુ આપડા હવામાન નિષ્ણાત શ્રી આંબાલાલ પટેલનું અનુમાન છે. તેમજ જૈવિક પધ્ધતીથી મુ્ખ્ય જીવો પણ હોય છે સાપ,નોડિયો સહિતના જીવ જ્યાં રહે છે તે જગ્યા એ પણ પાણી હોય છે. તેમજ જે જગ્યાએ ઉધઇ હોય તે જગ્યાએ પણ મીઠુ પાણી હોય તે જગ્યાએ રાફડો બનાવતો હોય છે. અમુક અંતરે બોર કરવાથી પણ તે જગ્યાએ થી પાણી નિકળે છે. તેમજ ગાંઠોવાળો ખિજડો રાફડો હોય તો તે પશ્ચિમે થોડા હાથ પર પણ 75 ફુટે પાણી પણ હોય છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.