અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે, તેઓએ આગાહી કરતા જણાવ્યું કે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં આંધીએ ગુજરાત પર અસર પોહચાડી શકે છે. તેઓએ જણાવ્યું કે, એપ્રિલ મહિનાના અંત અને મેની શરૂઆત માં આંધી અને વરસાદ રાજ્યને ધમરોળશે. તારીખ 20 થી લઈને 25 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ગરમીનો પ્રકોપ રહેશે. જ્યારે 25 અને 26 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ફરી આંધીનો પ્રકોપ રહેશે.
અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં હજુ પણ માવઠું આવી શકે છે. જેના લીધે ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર છે. અંબાલાલ ની આગાહી અનુસાર, તારીખ 20મી એપ્રિલ સુધીમાં ગાજવીજ ની સાથે સાથે અનેક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. અને કેટલાક ભાગોમાં કરા પણ પડી શકે છે.
તેઓએ જણવ્યું કે તારીખ 25 એપ્રિલથી લઈને 2 મે સુધી ‘કાળી આંધી’ નો પ્રકોપ રાજ્યમાં જોવા મળી શકે છે. ‘કાળી આંધી’ પાકિસ્તાન તરફથી ગુજરાતમાં આવી શકે છે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ‘કાળી આંધી’ નો પ્રકોપ જોવા મળી શકે છે. જેના લીધે કેરીના પાકને અસર થઇ શકે છે.
બીજી તરફ, ગુજરાતમાં ગરમીનો પારો પણ ખુબજ ઊંચો જવા લાગ્યો છે. અને હવામાન વિભાગે પણ ગરમી ને લઈને આગાહી કરી છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે, ગુજરાતમાં આવનારા પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં બે દિવસો સુધી તાપમાનમાં ખુબજ મોટો ફેરફાર નહિ નોંધાય. જ્યારે બે દિવસ બાદ ગુજરાતમાં ફરીથી તાપમાન ઘટાડો નોંધાય શકે છે.
આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.