You are currently viewing અંબાલાલ પટેલે ટિટોડીના ઈંડા પરથી ચોમાસાની કરી મોટી આગાહી જાણો અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલે ટિટોડીના ઈંડા પરથી ચોમાસાની કરી મોટી આગાહી જાણો અહીં ક્લિક કરીને

Ambalal Patel Forecast:- સામાન્ય રીતે વર્ષનું ચોમાસું કેવું રહે તે માટેની આગાહી અલગ-અલગ રીતે કરવામાં આવતી હોય છે. હવામાનની આગાહી કરનારાઓ સામાન્ય રીતે વરસાદ નું અનુમાન નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતાં ફેરફાર, પક્ષીઓના વર્તન પરથી કરતા હોય છે. ખાસ કરીનેતો આપણા જુના ગઈઢાઓ ટિટોડી ઈંડા ક્યાં મૂક્યાં છે તેના પરથી ચોમાસુ કેવું રહશે તેનું અનુમાન લગાવતા.




અહીં તમને જણાવી દઈએ કે ટિટોડી એ એવું પક્ષી છે જે ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું હોય છે. સામાન્ય રીતે પક્ષીઓની સંવેદનાઓ અને તેની ઉત્તેજના પરથી વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. ટિટોડી એ સામાન્ય રીતે પોતાના ઈંડા જમીન પરજ મુક્તિ હોય છે. અને તે તમને સામાન્ય રીતે જમીન પર જ ફરતું જોવા મળશે. નિષ્ણાંતોનું કહેવું છે કે ટીટોળી એ પોતાના ઈંડા કઈ જગ્યાએ મૂક્યા છે અને તે કેટલી ઊંચી પર છે, અને સાથે સાથે કેટલા ઈંડા મૂક્યા છે, આ સિવાય તે ઈંડા કયા મહિને મુકવામાં આવ્યા છે તેના પર થી વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હોય છે.




હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ટિટોડી જો અષાઢ મહિનામાં ચાર ઈંડા મૂકે તો આના પરથી એવું નક્કી કરવામાં આવે છે કે વરસાદ ચારેય મહિનામાં સારો પડશે, જો ટીટોળી એક ઈંડુ મૂકે તો એવું કહેવામાં આવે છે કે અષાઢમાં મહિનામાંજ વરસાદ પડશે, બે ઈંડા મૂકે તો એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં વરસાદ પડશે, ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા માસમાં વરસાદ પડશે અને જો ચાર ઈંડા મૂકે તો એવું કહેવાય છે કે ચારેય મહિના વરસાદ સારો જ પડશે.

તેઓએ વધુમાં માહિતી આપતા કહ્યું કે જો ઈંડાની અણીઓ નીચે રહે તો સારો એવો વરસાદ પડી શકે છે, અને જો ટિટોડી ઊંચા સ્થાન પર પોતાના ઈંડા મૂકે તો એવું માનવામાં આવે છે કે ચોમાસું ખુબજ સારામાં સારું રહશે. આ સિવાય તેઓએ જણાવ્યું કે જો ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહી શકે છે.

જો કે આ વર્ષે ટીટોળીએ ચાર ઈંડા મુક્યા છે અને એ પણ ઉપર તરફ આથી આ વર્ષે ચોમાસુ સારું રહે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply