ગુજરાતમાં અત્યારે જાણે આગના ગોળાઓ વરસી રહ્યા હોય તેવું રહ્યું છે. રવિવારના રોજ ગુજરાતના 11 જેટલા શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પોહચી ગયો હતો. હાલ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, 16 મેં થી ગુજરાતમાં તાપમાનનો પારો એ ચાર ડિગ્રી સુધી ઘટી શકે તેવી શક્યતાઓ રહેલી છે.
તો બીજી બાજુ આજ રોજ અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને ત્યારબાદના બે દિવસો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ આપણા અંબાલાલ કાકા એ પણ વરસાદને લઈને બૉમ્બ ફોળી દીધો છે.
તેઓએ કહ્યું કે તારીખ 15થી લઈને 16 મે સુધીમાં ગરમીનું પ્રમાણ આંશિક ઘટાડો નોંધાય શકે છે. અને આંધી વંટોળનું પણ પ્રમાણ વધી શકે તેવી શક્યતાઓ રહેલી છે. કૃતિકા નક્ષત્ર ને લીધે દરિયામાં પણ હલચલ આવે તેવી શક્યતાઓ રહેલી છે. આના લીધે પવનની પણ ગતિ વધે તેવી શક્યતાઓ રહેલી છે જેને લીધે બાષ્પીભવનની પ્રક્રિયામાં પણ વધારો થઇ શકે છે.
તેઓએ કહ્યું કે તારીખ 28 મેથી લઈને 10 જૂન સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તેઓએ કહ્યું કે જો, રોહિણી નક્ષત્રમાં વરસાદ પડે તો વર્ષનું ચોમાસું ખુબજ સારું થાય તેવી સંભાવનાઓ હોય છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.