Ambalal Patel Forecast:- ગુજરાતના હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે અત્યાર સુધીની સૌથી ઘાતક આગાહી કરતા કહ્યું કે. જૂન મહિનાના પહેલા અઠવાડીએ વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ રહેલી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થાય તેવું અંબાલાલ પટેલનું માનવું છે.
તો બીજી તરફ અંબાલાલ પટેલે કહ્યું કે વાવાઝોડાની સાથે સાથે જ સૌરાષ્ટ્રમાં વરસાદ પણ પડી શકે છે. આ સાથેજ પવન અને વંટોળ પણ ફૂંકાઈ તેવી શક્યતાઓ રહેલી છે. 40 થી લઈને 45 કિ.મીની ઝડપ થી પવન પણ ફૂંકાઇ તેવી શક્યતાઓ રહેલી છે. તેઓએ જણાવ્યું કે ગાજવીજ ની સાથે સાથે અનરાધાર વરસાદ પણ ખાબકી શકે છે.
આ ઉપરાંત તેઓએ કહ્યું કે, તારીખ 23 મે ના રોજ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અને તારીખ 24થી લઈને 30 મે સુધી ભારતના ઉતર પર્વતીય પ્રદેશો જેમ કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પૂર્વ યુપીમાં મુશળધાર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ રહેલી છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે સાથે કરા પણ પડે તેવી શક્યતાઓ રહેલી છે. જેના લીધે ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં ગાજવીજ ની સાથે સાથે વરસાદ અનરાધાર વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે.
તેઓએ જણાવ્યું કે ગુજરાતના ઉતર, મધ્ય અને પૂર્વના ભાગોમાં ગાજવીજની સાથે સાથે વરસાદ પણ ખાબકી શકે છે. અરબી સમુદ્રના ભેજ ની અસરના લીધે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત આંધી અને વંટોળનું પ્રમાણ પણ જોવા મળશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.