Ambalal Patel Forecast:- હાલ ગુજરાતમાં ગાભાકાઠી નાખે તેવી ગરમી પડી રહી છે અને સાથે સાથે ગુજરાતમાં પશ્ચિમ દિશા તરફના પવન પણ ફૂંકાઇ રહ્યા છે. પરંતુ હાલમાં આ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઇ રહ્યું છે. જેના લીધે રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે, આવનારા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન જે છે તે તેમનું તેમજ રહેશે અને ત્યાર પછી તાપમાનમાં 2થી લઈને 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. પવનની ગતિ પણ ઝડપ પકડશે ત્યારે અને તે 30થી લઈને 40 કિલોમીટરની ઝડપ નોંધાય શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પવનની ઝડપ તેજ થવાના લીધે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આમ જોઈએ તો સામાન્ય રીતે શિયાળાની ઋતુ દરમિયાન જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતી હોય છે. પરંતુ આ વર્ષે તો વાતાવરણ ગોથે ચડવાના લીધે મે મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી શક્યતાઓ રહશે.
તેઓના કહેવા પ્રમાણે, તારીખ 23 મે ના રોજ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અને તારીખ 24થી લઈને 30 મે સુધી ભારતના ઉતર પર્વતીય પ્રદેશો જેમ કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પૂર્વ યુપીમાં મુશળધાર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ રહેલી છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે સાથે કરા પણ પડે તેવી શક્યતાઓ રહેલી છે. જેના લીધે ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં ગાજવીજ ની સાથે સાથે વરસાદ અનરાધાર વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે.
તેઓએ જણાવ્યું કે ગુજરાતના ઉતર, મધ્ય અને પૂર્વના ભાગોમાં ગાજવીજની સાથે સાથે વરસાદ પણ ખાબકી શકે છે. અરબી સમુદ્રના ભેજ ની અસરના લીધે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત આંધી અને વંટોળનું પ્રમાણ પણ જોવા મળશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.