આપણા હિન્દુ ધર્મમાં હોળી અને ધૂળેટીના તહેવારનું ખુબજ અનેરૂ મહત્વ રહેલું છે. જયારે હોળી પ્રગટે છે ત્યારે તેની જ્વાળા પરથી અનુમાન લગાવવામાં આવે છે કે આ વર્ષે વરસાદ કેવો રહશે.
રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. હોલિકા દહનનો અગ્નિએ શુભ અને અશુભ સંકેતો આપતો હોય છે. જો હોળીની જ્વાળા એ પૂર્વ દિશાની તરફ હોય તો સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવતું હોય છે.
પૂર્વ દિશામાંની જ્યોતએ ધર્મ અને સંસ્કારોનો ઉદય સૂચવતું હોય છે. આ બધીજ વાતો ને ધ્યાન માં રાખીને જાણીતા હવામાન શાસ્ત્રી આંબલાલ પટેલ દ્વારા આ વર્ષના ચોમાસા નું અનુમાન લગાવામાં આવ્યું છે. જે નીચે આપેલ છે તો આ લેખ ને અંત સુધી જરૂરથી વાંચજો.
આ વર્ષના ચોમાસા ને લઈને કરી મોટી આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે હોળીની જ્વાળા જોઈને આ વર્ષેનું ચોમાસુ કેવું રહેશે, તેના વિશે માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસું સારૂ રહેશે. અને સાથે સાથે કહ્યું કે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે.
ત્યારબાદ તેઓએ જણવ્યું કે આ વર્ષે ચોમાસામાં અવાર નવાર ભારે પવન સાથે વાવાઝોડું આવી શકે. અને આ ઉપરાંત વીજળીના કડાકા અને ભડાકા પણ જોવા મળશે.
હોળીનો પવનએ વાયવ્ય દિશા તરફનો હોવાનેલીધે વરસાદ સાથે વાવાઝોડું પણ આવી શકે છે. આંબલાલ પટેલે કહ્યું કે બંગાળની ખાડી, અરબ સાગરમાં ચક્રાવાતનું પ્રમાણ વધી શકે છે.