You are currently viewing Ambalal Patel Forecast : માવઠું તો ટ્રેલર હતું, પિક્ચર તો બાકી છે, વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પર સક્રિય

Ambalal Patel Forecast : માવઠું તો ટ્રેલર હતું, પિક્ચર તો બાકી છે, વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પર સક્રિય

Ambalal Patel Forecast : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે આજે વાતાવરણમાં પણ ઘણો પલટો જોવા મળી રહ્યો હતો. અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, મહીસાગર અને ડાંગમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ઠંડો પવન પણ ફૂંકાયો હતો. થોડાજ સમય પહેલા હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી હતી. 2 દિવસ પછી રાજ્યમાં વધુ એક વરસાદની સિસ્ટમ બંધાય તેવી આગાહી કરવામાં આવી છે.




હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ કરી આગાહી:

આંબાલાલ પટેલ દ્વારા હોળી પહેલા વધુ એક આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું કે, બંગાળની ખાંડીના ભેજ અને અરબી સમુદ્રના ભેજના લીધે કમોસી વરસાદ થઈ શકે છે. તેમજ વેસ્ટન ડિસ્ટર્બન્સના લીધે મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાદળછાયું વાતાવરણ પણ રહે તેવી શક્યતા છે. અને હિમ વર્ષા પણ થઇ શકે છે. પ્રજાંબ, હરીયાણા, ગુજરાત અને રાજસ્થાનના અમુક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે.

ગુજરાત ના ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને કઈ કઈ તારીખે

  • 6 માર્ચ ના રોજ ક્યાં ક્યાં જિલ્લાઓમાં પડશે વરસાદ

ડાંગ, અને તાપીમાં પડી શકે છે કમોસમી વરસાદ

  • 7 માર્ચના રોજ 

પ્રેમોસૂન એક્ટિવિટીના લીધે ડાંગ તાપી અને નર્મદામાં વરસાદ પડી શકે છે.




  • 8 માર્ચના રોજ

બનાસકાંઠા,સાબરકાંઠા,દાહોદ, નર્મદા, ડાંગ તાપી છોટાઉદેપુર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં  વરસાદી ઝાપટાઓ પડી શકે છે.

  • 9 માર્ચ ના રોજ 

બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, નર્મદા રાજકોટ, ભાવનગર, કચ્છ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.

વોટ્સએપ

જો તમારે પણ 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




https://bit.ly/3IQxmhv

મિત્રો સાથે શેર કરો

Leave a Reply