You are currently viewing જાણો આ વર્ષે ચોમાસુ કેવું રહશે, ગાડલી જોઇને આંબલાલ પટેલે કરી ભયકંર આગાહી

જાણો આ વર્ષે ચોમાસુ કેવું રહશે, ગાડલી જોઇને આંબલાલ પટેલે કરી ભયકંર આગાહી

Monsoon Forecast:- ગુજરાતના જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા હોળીની જાર ને જોઈને આગાહી કરતા કહ્યું હતું કે આ વર્ષે, ચોમાસું એકંદરે સારું રહી શકે છે. અને સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે વરસાદ ની સાથે સાથે ભયકંર વાવાઝોડા આવવાની શક્યતાઓ રહેલી છે.
આ સાથે જ તેઓએ એ પણ જણાવ્યું કે બંગાળના ઉપસાગર અને અરબ સમુદ્ર માં  ભેજનું પ્રમાણ વધુ રહી શકે છે. આ ચોમાસા દરમિયાન વાવાઝોડા સાથે વધુ પડતો વરસાદ થઈ જવાના કારણે વચ્ચે વચ્ચે વરસાદની ખેંચ પણ પડી શકે છે જેના લીધી ચોમાસુ પાકોમાં પિયત આપવું પડી શકે છે. પરંતુ હવે તેઓએ ગાડલી જોઈને પણ અનુમાન લગાવ્યું છે કે…

ચૈત્ર સુદ પાંચમના દિવસે ગાડલી જોવામાં આવતી હોય છે અને વર્ષે ચોમાસુ કેવું રહેશે, તેનું પણ અનુમાન લગાવવામાં આવતું હોય છે. ચૈત્ર નવરાત્રીના દિવસે ગાડલી જોવામાં આવતી હોય છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દ્વારા ગાડલી જોઈને આ વર્ષના ચોમાસાનું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આ વર્ષે ગાડલીથી ઉતર તરફ ચંદ્ર હોય તેવું જણાય રહ્યું છે.
જેના લીધે એકદંરે વર્ષ સારું રહેશે. ચૈત્ર સુધ પાંચમના દિવસે રાત્રીના સમય પછી ગાડલી જોવામાં આવતી હોય છે. જેમાં રોહિણી નક્ષત્રના ઝૂમખા ને ધ્યાને રાખીને અનુમાન લગાવવામાં આવતું હોય છે. આંબલાલ પટેલે ગાડલીની વાત કરતા જણાવ્યા કે રોહિણી નક્ષત્રના ઝૂમકાના ઉત્તર બાજુ ચંદ્ર જોવા મળી રહ્યો છે. જેના કારણે એવું કહી શકાય કે એકંદરે વર્ષ સારુ રહેશે.

અહીં અમે તમને જણાવી દઈએ કે ગાડલી ચૈત્ર સુદ પાંચમના દિવસે સાંજે જોવામાં આવતી હોય છે. રોહિણી નક્ષત્ર એ પાંચ તારાઓનું બનેલું છે. જે ગાડાના આકારનું હોવાથી તેને ગાડલી પણ કહેવામાં આવે છે.

ગાડલીના 4 તારાનો ભાગ ગાડાની બેઠક ગણવામાં આવે છે. અને ઉપરના ભાગને ધોસરું ગણવામાં આવે છે. તારા અને ગાડા વચ્ચેનો જે ભાગ હોય તેને ઉધ ગણવામાં આવે છે. જે વર્ષે ગાડલીથી ચંદ્રમાં જો આગળ તરફ હોય તો તે વર્ષે ચોમાસુ સારું થાય છે. આ સિવાય જો ધોસરેથી ઉધ ઉપર ચંદ્રમાં હોય તો તે વર્ષ ખુબ સારું પણ નહિ અને ખરાબ પણ નહિ એવું થાય છે. અને જો ગાડા વચ્ચે ચંદ્રમાં આવેલા હોય તો દુકાળ ગણવવામાં આવતો હોય છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ તો સારુંજ રહશે પરંતુ ભયકંર વાવાઝોડાઓ સાથે વરસાદ ખાબકશે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply