Gujarat Weather:- અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં હજુ પણ હવામાનમાં પલટો આવી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું કે હવામાન માં આવતા આ પલટા અગાઉ આવેલા માર્ચ મહિના જેવા નહીં હોય. અંબાલાલે ગુજરાતમાં આ ચોમાસા દરમિયાન ઘણી વખત ચક્રવાતો પણ આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરી આ સાથેજ તેઓએ જણાવ્યું કે ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા પડી શકે છે.
એપ્રિલ મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં આંધી અને વંટોળનું પ્રમાણ વધી શકે છે. અને વરસાદ પણ પડી શકે છે.
તેઓએ આગાહી કરતા કહ્યું કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. તારીખ 17મીથી ગુજરાતમાં ઉત્તર અને મધ્યના ભાગોમાં આંધી અને વંટોળ આવી શકે છે.તેઓએ કહ્યું કે તારીખ 18થી લઈને 20 સુધીમાં આંધીની સાથે સાથે વંટોળ અનેકે વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું કે મે મહિના દરમિયાન સાઈક્લોનની ગતિવિધિ વધી શકે છે. 2023 અને 2024 દરમિયાન ચક્રવાત વધી શકે છે. 2થી લઈને 15 મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાય શકે તેવી શક્યતાઓ રહેલી છે.
તેઓએ કહ્યું કે અરબી સમુદ્રમાં પણ ગરમીનું જોર વધી શકે છે જેથી તારીખ 25 મેથી લઈને 10મી જૂન દરમિયાન અનેક વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. જે ઈરાન કે ઓમાન તરફથી અથવા તો ગુજરાત તરફથી વધી શકે છે. જો અરબી સમુદ્રનું પાણી ગરમ થશે તો આવી સમસ્યા ઉદ્ધભવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે આવું થશે તો કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.