Ambalal Patel Rain Forecast:- ગુજરાતમાં સારા વરસાદ પડે તેની ધરતીપુત્રો વાટ જોઈને બેઠા છે, કોઈ મજબુત વરસાદી સિસ્ટમ ન હોવાને કારણે 16 દિવસ થી સારો વરસાદ પડયો નથી. હવે કૃષિ પાકને પાણીની જરૂર છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને સારા સમાચાર આપ્યા છે. તેમણને આગામી 72 કલાકમાં વરસાદની ગતિવિધિઓ તેજ થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
હવે ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ તેજ થશે. અમુક અંશે સારા વરસાદની શક્યતા છે. આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા શરૂ થશે. 20 ઓગસ્ટ સુધીમાં વરસાદની ધરી નીચે આવી જશે. મધ્યપ્રદેશમાં વરસાદ પડશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ પડશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 20 ઓગસ્ટ સુધી કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જેમાં હિંમતનગર અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પંચમહાલના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આણંદ, નડિયાદ, ખેડા કપડવજ, પેટલાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગોધરા, પંચમહાલના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ગાંધીનગર અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 ઓગસ્ટ પછી ચોમાસાની ધરી નીચે આવવાની શક્યતા છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ સાથે ગુજરાતમાં 20 થી 23 ઓગસ્ટ દરમિયાન વરસાદની સંભાવના છે. 24 થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.
27 થી 31 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારા વરસાદની અપેક્ષા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઉપરના સ્તરોમાં ભેજના અભાવે વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ 16 થી 18 ઓગસ્ટે હવામાન બદલાશે. 20 ઓગસ્ટ પછી ચોમાસાની ધરી નીચે આવવાની શક્યતા છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.
સિસ્ટમ સક્રિય થશે અને વરસાદી સિસ્ટમને કારણે 18, 19, 20 અને 21 તારીખે વરસાદ પડશે તેવું જણાવવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાના બીજા તબક્કામાં પણ લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો. તેવી જ રીતે આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં પણ વરસાદની શક્યતા છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.