Ambalal Patel Gujarat Rain:- રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 85 ટકા વરસાદ નોંધાયો છે. ભારેથી અતિભારે વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. હવે મેઘરાજાએ વિરામ લેતા હાશકારો થયો છે. વરસાદી સિસ્ટમ નબળી પડતાં વરસાદની તિવ્રતા ઘટી છે. તેમજ છતાં આગામી 48 કલાક નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે અને જીલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.
રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 85 ટકા વરસાદ નોંધાયો છે. ભારેથી અતિભારે વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. હવે મેઘરાજાએ વિરામ લેતા હાશકારો થયો છે. વરસાદી સિસ્ટમ નબળી પડતાં વરસાદની તિવ્રતા ઘટી છે. તેમજ છતાં આગામી 48 કલાક નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે અને જીલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હાલ તો રાજ્યમાં વરસાદની તિવ્રતા ઘટી ગઈ છે. પરંતુ 26થી 27 જુલાઈમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 28થી 30 જુલાઈએ મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. તેમજ 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો તેમજ ઉતર ગુજરાતના ભાગો વરસાદ થશે.
2થી 4 ઓગસ્ટમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. હાલમાં ઉત્તર ભારતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પુર આવશે ગંગા યમુના નદીના જળસ્ત્રમાં વધારો થશે. ગુજરાતના ભાગોમાં 2થી 4 ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઈ મહિનામાં જળબંબાકાર કર્યા બાદ હવે વરસાદની તિવ્રતા ઘટી છે. પરંતુ 27 જુલાઈથી ફરી વરસાદની તીવ્રતામાં વધારો થશે. ઓગસ્ટ મહિના પહેલા સપ્તાહમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ ઓગસ્ટ મહિનામાં એક પછી એક સિસ્ટમ આવવાના કારણે વરસાદ રહેશે.
નોંધનીય છે કે, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 83 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સિઝનના ત્રણ રાઉન્ડમાં જ સરેરાશ 83 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના બે ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. કચ્છમાં અત્યાર સુધી સિઝનનો 132 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 105 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 61 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 57.6 ટકા વરસાદ, જ્યારે સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 55.3 ટકા વરસાદ નોંધાયો છે.
બીજી બાજુ, ગુજરાતના 6 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 5 જિલ્લામાં 76થી 100 ટકા સુધીનો વરસાદ નોંધાયો છે. ગુજરાતના 16 જિલ્લામાં 51થી 75 ટકા સુધીનો વરસાદ, જ્યારે ફક્ત છ જિલ્લામાં જ 26થી 50 ટકા વરસાદ થયો છે. અમદાવાદમાં સિઝનનો 54 ટકા વરસાદ પડ્યો છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.