You are currently viewing અંબાલાલ પટેલની મોટી આગાહી રોહીણી નક્ષત્ર અનુસાર આ વખતે કેવું રહેશે ચોમાસું?

અંબાલાલ પટેલની મોટી આગાહી રોહીણી નક્ષત્ર અનુસાર આ વખતે કેવું રહેશે ચોમાસું?

Ambalal Patel Forecast:- ગુજરાતમાં અત્યારે ગાભા કાઢીનાખે તેવી કાળઝાળ ગરમી સાથે સાથે અસહ્ય બફારાનો થઇ રહ્યો છે. લોકો પણ હવે વરસાદ પાછો ક્યારે પડે તેની રાહ જોઇને બેઠા છે. આપણા હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ ચોમાસા ને લઈને રોહીણી નક્ષત્ર પરથી તારણ કાઢતા 2023 ના ચોમાસા વિશે આગાહી કરી છે. હાલ મે મહિના દરમિયાન વાવાઝોડાઓ સક્રિય થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેઓએ જણાવ્યું કે અત્યારે બંગાળની ખાડીમાં ઉદભવેલ મોચા નામનું વાવાઝોડું નબળું પડી ગયુ છે. અને હવે અરબ સાગરમાં બીજું એક વાવાઝોડું સક્રિય થાય તેવું લાગી રહ્યું છે.




અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબ સાગરમાં તારીખ 28 મેથી લઈને જૂન મહિનાના શરૂઆતી દિવસોમાં મધ્યમ પ્રકારનું વાવાઝોડું બને તેવી શક્યતાઓ રહેલી છે. જો બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાં કોઈ પણ સિસ્ટમ બને તો તેની સીધીજ અસર એ ગુજરાતના વાતાવરણ પર પડતી હોય છે. હાલ ના પરિબળો જોતા એવું લાગી રહ્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતાઓ લાગી રહી છે. જો વાવઝોડું સર્જાય અને વરસાદ પણ થાય તો રોહિણી નક્ષત્રમાં વરસાદ સારો થાય તો વર્ષનું ચોમાસુ પણ સારું થાય તેવું અનુમાન લગાવવામાં આવતું હોય છે.




તેઓએ સાથે સાથે જણાવ્યું કે આ વાવાઝોડાનો માર્ગ એ ઓમાન તરફનો હોય અથવા સૌરાષ્ટ્ર તરફનો પણ હોય શકે.

તેઓએ કહ્યું કે તારીખ 28 મેથી લઈને 10 જૂન સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તેઓએ કહ્યું કે જો, રોહિણી નક્ષત્રમાં વરસાદ પડે તો વર્ષનું ચોમાસું ખુબજ સારું થાય તેવી સંભાવનાઓ હોય છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply