અંબાલાલ પટેલએ હવામાન ને લઈને અવાર નવાર આગાહીઓ કરતા હોય છે ત્યારે હવે ફરી એકવાર આગાહી કરતાં તેઓએ કહ્યું કે, 2023ના વર્ષનું ચોમાસુ વિધિવત રીતે 17 જુનથી બેસી જશે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અને ઉત્તર ભારતમાં ના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થશે. આ વખતે, ઉત્તર ગુજરાતમાં ચોમાસુ ખુબજ ભારે પવન અને વંટોળની સાથે બેસવાની શક્યતાઓ રહેલી છે.
અંબાલાલ પટેલે આગાહી માં જણાવ્યું કે એપ્રિલ મહિનામાં અને મેં મહિનામાં હિટવેવની સાથે સાથે ગરમી અને વરસાદ નું પ્રમાણ જોવા મળી શકે છે. આ સાથે સાથે તેઓએ કહ્યું કે વધુ પડતી ગરમીના લીધે ખેડૂતોને ઉનાળુ પાકને પિયત વ્યવસ્થા કરવી પડી શકે છે. આ સાથે સાથે કેરી, વરિયાળી, કપાસ જેવા પાકોને પણ અમુક અંશે આવનાર દિવસોમાં નુકશાન થવાની શક્યતાઓ રહેલી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે, કેરીના પાકને ખુબજ મોટું નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે..
સાપ કરડવાની અંબાલાલની આગાહી, છેક વિદેશમાં ચર્ચા થવા લાગી, હવામાન નિષ્ણાતે આ અંગે કર્યો મોટો ખુલાસો જાણો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે એપ્રિલ મહિનામાં હિટવેવ, ગરમી અને વરસાદની આમ બંને ઋતુઓનો સંગમ જોવા મળશે. આની સાથે સાથે તેઓએ 10થી લઈને 15 એપ્રિલ સુધીમાં કરા સાથે વરસાદ પાડવાની આગાહીઓ વ્યક્ત કરી છે. અહીં તેઓએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પાડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, આણંદ,મહીસાગર અને પંચમહાલના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ તેઓએ કહ્યું કે ઉત્તર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.
અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં હિટવેવની આગાહી કરતાં કહ્યું કે, એપ્રિલ મહિનામાં ગરમીમાં ખુબજ વધારો થવાની શક્યતાઓ રહેલી છે.. આની સાથે સાથે તેઓએ એ પણ કહ્યું કે, 20 એપ્રિલ પછી ગુજરાતમાં 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાય શકે તેવી શક્યતાઓ છે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.