Ambalal Patel Scary Forecast:- હાલ ગુજરાતના ખેડુતો ચોમાસુ ક્યારે બેસે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ સિવાય બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. અહીં અમે તમને જણાવી દઈએ કે જો બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની સીધીજ અસર ગુજરાતના હવામાન પર અસર થતી હોય છે.
રાજ્યમાં અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આવા સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે – બે વાવાઝોડા સક્રિય થવાની આગાહીઓ કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. હાલ અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે અરબ સાગરમાં 3 જુનથી લઈને તારીખ 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. અને બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ તારીખ 7 જુનથી લઈને તારીખ 10 જૂનની આસપાસ વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ રહેલી છે.
તેઓના જણાવ્યા અનુસાર વાવાઝોડું એ મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. હવા માં સર્જાયેલા દબાણના લીધે બે વાવાઝોડા સક્રિય થઇ રહ્યા છે. આ વાવાઝોડાના લીધે તારીખ 7 જુનથી લઈને 11 જૂનના સમય ગાળા વચ્ચે વરસાદ પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તારીખ 8 જુનથી લઈને 10 જૂનમાં ભારે થી અતિ ભારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.