You are currently viewing માવઠાથી મુક્તિ ક્યારે મળશે? આવી ગઈ અંબાલાલ કાકાની આગાહી

માવઠાથી મુક્તિ ક્યારે મળશે? આવી ગઈ અંબાલાલ કાકાની આગાહી

Ambalal Patel New Weather Forecast:- ગુજરાતન રાજ્યને માથે અત્યારે માવઠાની ઘાત બેઠી છે. માંડ એક ઋતુ બેસે ત્યાંજ માવઠું પધારી જાય. પંદર પંદર દિવસમાં તો ગુજરાતનું હવામાન સાવ બદલાઈ જાય છે. અને કમોસમી વરસાદ તો ગમે ત્યારે ખાબકી પડે છે. ત્યારે હવે ગુજરાતના લોકો તેમાં પણ ખાસ કરીને ખેડૂતો તો આ માવઠા થી ખુબજ પરેશાન છે.




અને તેઓને હંમેશા એક જ સવાલ થાય છે કે આ કમોસમી વરસાદ ક્યારે હવે વિદાય લેશે. ત્યારે હવામાનના નિષ્ણાત અંબાલાલ કાકા પાસેથી આનો જવાબ પૂછવામાં આવ્યો તો તેઓએ જણાવ્યું કે, સાકલોનિક સર્ક્યુલેશનની અસરના કારણે વાતાવરણ પર ખુબજ માઠી અસરો જોવા મળી રહી છે. હજુ  પણ આવનારી 22 માર્ચ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી




હવામાન વિભાગ દ્વારા પણ માવઠું જવા વિશે જણાવવામાં આવ્યું કે , અત્યારે વાતાવરણમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. હજુ આવનારા 2 દિવસો સુધી સામાન્ય વરસાદ રહેશે. આજે રાજ્યના અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી  સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે. આમાં કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 માર્ચના રોજ ફરી એક વાર વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. જેના લીધે 21 થી 22 માર્ચ માં ફરી રાજ્યમાં વરસાદની આગાહી છે. આ બંને દિવસોમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.

હવામાનના નિષ્ણાત અંબાલાલ કાકા દ્વારા માવઠામાંથી મુક્તિ વિશે જણાવતા કહ્યું કે, હાલ ગુજરાતમાં વારંવાર વરસાદી સિસ્ટમ બની રહી છે જેના લીધે ચારે કોર કમોસમી વરસાદ થઈ રહ્યો છે. હજુ પણ 22 માર્ચ ના રોજ માવઠું પડી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે 20 માર્ચના રોજ થી માવઠામાંથી મોટા ભાગના રાજ્યના વિસ્તારને છુટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધી શકે છે.

આ મેસેજ ને તમારી આગળ રહેલા તમામ વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિનતી

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply