Ambalal Patel Prediction of Unseasonal Rain:- હવે આ વર્ષે ઉનાળાની સીઝન તો ગઈ હો ભાઈ, 2023 ની શરૂઆત થી એક પછી એક માવઠું આવ્યાજ કરે છે, ત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ કાકાએ ફરી એકવાર છોતરે છોતરા કાઢી નાખે તેવી આગાહી જીકી દીધી છે, આ આગાહી પ્રમાણે ઉનાળોની સીઝન તો હવે ભૂલીજ જવાની કારણકે છેક જૂન મહિના સુધી માવઠું ધબધબાટી બોલાવશે.
આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર, રૂવાળા બાળી નાખે તેવી ગરમીની સાથે માવઠું તો ફ્રી માં સાવધાન જાણો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને
જે રીતે અંબાલાલ અને હવામાન વિભાગે જણાવ્યુંતું એ જ પ્રમાણે તારીખ 7 અને 8 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો, અને હવે થોડાક સમયથી રાજ્યમાં ગરમીનું જોર પણ ખુબજ વધી રહ્યું છે પરંતુ અમે જણાવી દઈએ કે આ ગરમી એ થોડાકજ દિવસોની મહેમાન છે ત્યાર બાદ ફરીથી રાજ્યમાં માવઠું પોતાનો કાળો કહેર વરસાવશે
અંબાલાલ કાકાએ કહ્યું કે તારીખ 10 એપ્રિલ થી લઈને તારીખ 16 એપ્રિલ દરમિયાન ફરીથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. આ તારીખોની વચ્ચે વાવાઝોડાનો પણ ખતરો રહશે, ત્યારબાદ 30 એપ્રિલ એટલે કે અખાત્રીજ ના દિવસે પણ વાતાવરણ માં પલટો આવી શકે છે. આ પછી તેઓએ જણાવ્યું કે 5 માં મહિના માં એટલે કે મેં મહિના માં પણ 8 તારીખે થી આંધી વંટોળ અને ભારે પવન ફૂંકાશે. પ્રિ મોન્સૂન એક્ટિવિટી ના લીધે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ વર્ષે 17 જૂન થીજ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે,
તેઓએ સાથે સાથે એ પણ જણાવ્યું કે આ વર્ષનું ચોમાસુ એ નબળું રહી શકે છે જેથી ખેડૂતોને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.