You are currently viewing અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરેલી આગાહી થી ખેડૂતો થયા રાજીના રેળ જાણો અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરેલી આગાહી થી ખેડૂતો થયા રાજીના રેળ જાણો અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે. તેઓએ અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીની આસપાસ ઉભા થયેલા દબાણને કારણે અને કચ્છ અને તેની આસપાસના વિસ્તરોમાં સારો વરસાદ પાડવાની શક્યતાઓ રહેલી છે. એપ્રિલ મહિનામાં હિમાલય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જેના લીધે વરસાદનું ગણિત બગડી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલ દ્વારા મે મહિના માં પણ આંધી-વંટોળ ની સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે.




અંબાલાલ પટેલે આગાહી કરતા જણવ્યું કે, એપ્રિલ મહિનામાં ભારતના ઉત્તર પર્વતિય પ્રદેશોમાં, અને હિમાલયમાં જો ભારે હિમવર્ષા થશે અને મે મહિના દરમિયાન સારી એવી ગરમી નહીં પડે તો કદાચ ચોમાસા દરમિયાન વરસાદ ઓછો પડી શકે છે, પરંતુ તેઓએ જણવ્યું કે બંગાળના ઉપસાગરમાં જોવા જઈએ તો 2 મે થી લઈને 15 જૂન વચ્ચે ના સમય ગાળા દરમિયાન ચક્રવાત સર્જાવાની શક્યતાઓ રહેલી છે. જેના કારણે ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ પડી શકે છે.




આ સિવાય અંબાલાલ પટેલે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે. જે ઓમાન તરફ ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. પરંતુ હવાનું દબાણ સારું રહશે તો કચ્છના અમુક વિસ્તરોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર ખેડૂતો માટે એકન્દરે ફાયદારૂપ રહશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, જો અનુકૂળ સ્થિતિ રહશે તો કચ્છમાં 400 મિલિમીટરથી વધારે ચોમાસા દરમિયાન વરસાદ પડી શકે છે. અને ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડશે. આ આગાહી થી ખેડૂતો રાજીના રેળ થઇ ગયા છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ



 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply