Gujarat Weather Update:- અગાઉના ભાભલા કહેતા કે ઉનાળામાં સારો એવો તડકો પડે તો ચોમાસામાં સારો એવો વરસાદ પડે પરંતુ આ વર્ષે તો વાતાવરણ એવું ગોથે ચડી ગયું છે કે વાત પુછોમાં સાંજે સૂએ ત્યારે ઉનાળાની ગરમી થી રેબઝેબ હોઈએ અને સવારે ઉઠીએ ત્યાં તો વરસાદે ચારે કોર પાણી ભરી દીધા હોય. આવી પરિસ્થિતિને લીધે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે કે આ વર્ષે ઉનાળામાં આવો ચોમાસા જેવો વરસાદ પડ્યો છે તો ચોમાસામાં વરસાદ પડશે કે નહિ.
આ અંગે જયારે હવામાન ના નિષ્ણાત એવા અંબાલાલ પટેલ ને પૂછવામાં આવ્યું તો તેવોએ કહ્યું કે ખરે ખર તો એપ્રિલ મહિનામાં ગરમી પડવી જોઈએ પરંતુ આ વર્ષે એપ્રિલ માં માવઠું થયું છે, અને આ એપ્રિલ મહિનામાં જ ભારતના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા થાય અને મે મહિનામાં ગરમ ન પડે તો તોની સીધીજ અસર ચોમસાની ઋતુ પર પડતી હોય છે.
પરંતુ આ વર્ષે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે જેમાં.એપ્રિલ મહિનામાં પણ ભારે હિમ વર્ષા થઇ છે અને સાથે સાથે કમોસમી વરસાદ પણ પડ્યો છે. આ સિવાય તેઓનું અનુમાન છે કે મે મહિનામાં પણ ચોમાસા જેવો જ વરસાદ પડશે. અને મે માસના મધ્યમાં ગરમી નું પ્રમાણ વધશે અને જુન મહિનાની શરૂઆતના દિવસોમાં ગરમીનું પ્રમાણ રહશે.
અંબાલાલ પટેલે કહ્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 2023નું ચોમાસું એ ખુબજ સારું રહેશે. અત્યારે જે એક પછી એક માવઠા પડી રહ્યા છે તે વેસ્ટન ડિસ્ટર્બન્સના લીધે થઇ રહ્યા છે, ચોમાસા માટે જે અનુકુળ પરિસ્થિતિ હોવી જોઈએ તે છે દેશના ઉત્તરીય મેદાની વિસ્તારનું તાપમાન ખુબજ સારું જોવા મળી રહ્યું છે. આથી ચોમાસામાં સારો એવો વરસાદ પડશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
Pingback: અંબાલાલ પટેલ ની આ આગાહીથી ગુજરાત આખું ધ્રુજી ઉઠ્યું, આ તારિખે અત્યાર સુધીનું સૌથી મોટું વાવાઝોડ