Ambalal Patel Scary Prediction:- બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન સક્રિય છે અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે વરસાદ થશે. પૂર્વ ભારતનો વરસાદ હોય છે. ત્યારે સિંઘમાં ઊલટી સ્થિતિ ભોગવે છે ઓરિસ્સામાં વરસાદ થાય તો વિદર્ભમાં ઓછો વરસાદ થાય છે એટલે કે આસામમાં વરસાદ ઓછો થશે અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની સ્થિતિ વધશે આમ છતાં પણ પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ રહેશે.
ગુજરાતમાં આગામી 72 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલના અનુમાન અનુસાર, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. સાથે અમદાવાદમાં પણ આગામી 72 કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે. ઉત્તર પ્રદેશથી લઈ દક્ષિણ ગુજરાતના ભાગો સુધી ભારે વરસાદ થવાની શકયતા રહેશે.
જો કે હવામાન વિભાગ અલનિનોની અસરને લઈ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદની સ્થિતિ સામાન્ય કરતાં ઓછી રહેવાનું અનુમાન છે. જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે અત્યારે તો હિંદ મહાસાગરની સ્થિતિ સાનુકૂળ છે. વરસાદ એક સરખો પડવાની શક્યતા નથી. પરંતુ ઓગસ્ટના મધ્ય પછી કઈક અસર થઈ શકે. હિન્દ મહાસાગર હવામાન સાનુકૂળ રહે તો પશ્ચિમના કાંઠે વરસાદ સારો રહે.
રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છે. સમગ્ર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે. અને ઝરમર વરસાદ થયો છે. અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.