Gujarat Weather Forecast:- થોડાક સમયથી એવું લાગી રહ્યું છે કે ચોમાસાની ઋતુ બેસી ગઈ હોય.રાજ્યમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા લાગ્યા છે. જેના લીધે આવો કમોસમી વરસાદ પડી રહ્યો છે. સાથે સાથે તાપમાનમાં પણ નીચું નોંધાય રહ્યું છે. અત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમી પણ ઓછી પડી રહી છે. પરંતુ આ વચ્ચે અંબાલાલ પટેલે એક ચોંકાવનારી આગાહી કરતા કહ્યું કે…
ખરેખરતો માર્ચ અને એપ્રિલ મહિનામાં ઘોમ ગરમી પડવી જોઈએ, પરંતુ આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના લીધે આ બે મહિના દરમિયાન વરસાદ પડ્યો છે જેના લીધે ગરમીનું પ્રમાણ ખુબજ ઓછું જોવા મળી રહ્યું છે. મે માસના મધ્યમાં ગરમીનું પ્રમાણ વધે તેવું અંબાલાલ પટેલ નું માનવું છે. જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં પણ ગરમી નું જોર વધે તેવી શક્યતાઓ રહેલી છે. તેઓએ કહ્યું કે મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પોહચી શકે છે.
આ સાથેજ તેઓએ કહ્યું કે આ વર્ષે દેશના ઉત્તરીય પ્રદેશોનું તાપમાન સારું હોવાથી વરસાદ પણ સારો એવો પડશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.