Ambalal Patel Predicts Unseasonal Rains : ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી આજે કરવામાં આવી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના ઘણા વિસ્તારોમાં આવનારી 14થી 17 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યમાં એક વાર ફરી થી કમોસમી વરસાદની આગાહીઓ કરતા ખેડૂતો ની ચિંતામાં વધારો થયો છે.
અંબાલાલ પટેલ દ્વારા જાણવામાં આવ્યું છે કે, 12 માર્ચથી રાજ્યમાં ફરી વાદળો બંધાશે. અને 14થી 17 માર્ચ ના રોજ અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય, અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ખુબજ વધુ શક્યતાઓ રહેલી છે.
આ સિવાય 25થી લઈને 28 માર્ચે ના રોજ ફરી થી કમોસમી વરસાદની પાડવાની સંભાવનાઓ રહેલી છે. એપ્રિલ મહિનામાં પણ ઘણી વખત કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ રહેલી છે. એપ્રિલ મહિનામાં 3થી લઈને 8 તારીખ સુધીમાં વાતાવરણ માં પલટો આવી શકે છે. 14મી એપ્રિલ ના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. સાથે સાથે કરા પણ પડી શકે છે.
13 અને 14 માર્ચે ના રોજ રાજ્યમાં ખાબકી શકે છે વરસાદ
અમે તમને જણાવી દઈએ કે, કમોસમી વરસાદને લઈને રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગના ડાયરેક્ટર શ્રી મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદ ને લઈને કહ્યું કે, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના લીધે અમદાવાદ સહિત ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ઉંચામાં ઉંચુ તાપમાન નોંધાય શકે છે.. જ્યારે કચ્છ વિસ્તારમાં હીટ વેવ પણ થઇ શકે છે.
કચ્છ વિસ્તારમાં આવનારા બે થી ત્રણ દિવસ સૂકા અને ગરમ પવન ફૂંકાઈ શકે છે. અને ગરમીનું પણ પ્રમાણ વધી શકે છે. સાથે અન્ય શહેરો માં તાપમાન પણ ઊંચું જઈ શકે છે.. રાજ્યમાં 13 અને 14 માર્ચે ના રોજ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીની સાથે વરસાદ ખાબકી શકે છે.
આવનારા 2 થી 3 દિવસ દરમિયાન 3 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે. 13 અને 14 માર્ચે ના રોજ સૌરાષ્ટ્રના, અમરેલી, રાજકોટ, કચ્છ, અને ડાંગ, તાપી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અને પાટણમાં પણ કમોસમી વરસાદ આવી શકે છે. તો આ દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં શહેર માં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.