Ambalal Patel Rain Forecast:- ગુજરાતમાં હાલ જોયે તો છેલ્લા બે દિવસમાં ચારે કોર મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે અને બધેજ પાણી જ પાણી કરી દીધા છે અને અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ મજબૂત બન્યા બાદ ગુજરાત ઉપર આવી રહેલા મેઘરાજાએ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે અને હજુ આગામી ચાર દિવસ સુધી વરસાદની શક્યતા છે. જૂન અને જુલાઇ માસમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા પરંતુ ઓગસ્ટમાં મેઘરાજાએ જગતના તાત એટલે કે ખેડૂતો ને ચિંતામાં મૂકી દીધા હતા.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે હજુ મેઘરાજા પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવશે અને આકાશી આફતો માટે તૈયાર રહેવું પડશે તારીખ 19, 20, 21, 23 અને 24 સપ્ટેમ્બરે પણ વરસાદ પડી શકે છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
બાદમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજા વરસશે અને ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. તારીખ 23 અને 24મી સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેના લીધે નદીઓમાં ભારે પૂર આવી શકે છે અને જળાશયો ઓવરફ્લો થઈ શકે છે.
તેમણે કહ્યું કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે. હાલ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સ્થિર થઈ છે અને તેના લીધે સપ્ટેમ્બરમાં પહેલીવાર ભારે વરસાદ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી ચાર-પાંચ દિવસ હજુ કપરા રહેવાના છે અને આ દિવસોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.
સપ્ટેમ્બર માસના બે દિવસમાં રાજ્યમાં સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે અને મેઘરાજાએ પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું છે અને જળાશયો પણ છલકાઈ ગયા છે. ગુજરાતના જીવદોરી સમાન સરદાર સરોવર ડેમ પણ 100 ટકા ભરાઈ ગયો છે, જ્યારે અન્ય ડેમોમાં પણ નોંધપાત્ર પાણીનો પુરવઠો જોવા મળ્યો છે.
ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદને લીધે કડાણાથી ધરોઈ સહિતના ડેમોમાં નોંધપાત્ર પાણીનો પુરવઠો જોવા મળ્યો છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હજુ ચોમાસા વિદાય લે તેમાં ઘણો સમય છે, તેઓએ જણાવ્યું કે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં વરસાદ વિદાય લેશે અને તે પહેલા પ્રથમ સપ્તાહમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. એટલું જ નહીં નવરાત્રિ દરમિયાન પણ વરસાદ આવી શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.