હાલ રાજ્ય પર ‘બિપોરજોય’ નામના વાવાઝોડાનો ખુબજ મોટો ખતરો મંડરાઇ રહ્યો છે. વાવાઝોડું એ દક્ષિણ પશ્વિમ પોરબંદરથી અત્યારે 460 કિલોમીટર જેટલુ દરિયા કિનારા થી દૂર છે અને તે કલાકના 5 કિલો મીટરની ઝડપ થી આગળ વધી રહ્યું છે. આની સાથે સાથે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આવનારા 2 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તારીખ 13, 14, 15, અને 16 જૂનના રોજ અનેક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ રહેલી છે.
હવામાન વિભાગે ગુજરાતના પાટણ, બનાસકાંઠા,મહેસાણા,ગાંધીનગર, સુરત,ભરૂચ જેવા મધ્યગુજરાત અને ઉતર-દક્ષીણ ગુજરાતના જિલ્લાઓમા છુટા છવાયા વિસ્તારોમા હળ્વો વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ના અનેક જિલ્લાઓ જેવા કે જામનગર,રાજકોટ,અમરેલી,જુનાગઢ,પોરબંદર,દ્વારકા જેવા જિલ્લાઓમા ઘણા બધા સ્થળોએ અનરાધાર વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે.
(હવામાનની માહિતી) દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.