You are currently viewing અંબાલાલ પટેલની ભારેથી અતિભારે વરસાદની આગાહી અમુક નદીઓ ગાંડીતુર બનશે જુઓ અહીં કંઈક કરીને

અંબાલાલ પટેલની ભારેથી અતિભારે વરસાદની આગાહી અમુક નદીઓ ગાંડીતુર બનશે જુઓ અહીં કંઈક કરીને

Gujarat Rain, Ambalal Patel :- બિપોરજોય વાવાઝોડાને લીધે રાજ્યમાં સારામાં સારો વરસાદ થયો છે જેના લીધે ખેડૂતોએ વાવણી શરુ કરી દીધી છે. રાજ્યના હવામાનમાં ફરી એક મોટા ફેરફાર આવનારા અઠવાડિયે થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ પડી શકે તેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે બંગાળના ઉપસાગરથી વરસાદનું વહન રાજ્ય તરફ આવી રહ્યું છે.




ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળના ઉપસાગરનું વહન ભારેખમ વરસાદ લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના લીધે મધ્યપ્રદેશ સહિત ગુજરાત ના ઉત્તર અને દક્ષિણ ના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. આ વરસાદના લીધે સાબરમતી નદી બે કાંઠે વહેતી વહે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં જળબંબાકાર થવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.




વાવાઝોડાની 2 થી લઈને 3 મહિના પહેલા અગાઉ આગાહી કરી દેનાર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ રજુ કરી છે.

અંબાલાલ પટેલે ગુજરાતના ઉત્તર, મધ્ય અને દક્ષિણના અનેક વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રજુ કરી છે, મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં 250mm કરતા પણ વધુ વરસાદ પડી શકે છે.  તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ 300mm કરતા પણ વધુ વરસાદ પડે તેવી સંભાવનાઓ રજુ કરી છે.




તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે ભારે વરસાદના લીધે નર્મદા નદીએ બે કાંઠે વહેવા લાગે તેવી શક્યતાઓ રજુ કરી છે. આ સાથે જ તાપી નદીના જળસ્તરમાં પણ તોતિંગ વધારો આવે તેવી શક્યતાઓ રહેલી છે.

અંબાલાલ પટેલે તારીખ 25 થી લઈને 30 જૂન માં અને જૂલાઈની શરુઆતના દિવસોમાં પણ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ રહેલી છે. આ વરસાદ વીજળીના કડાકાભડાકા સાથે થશે.

આવીજ નવી નવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply