You are currently viewing અંબાલાલ કાકાએ કહ્યું કે દીકરાઓ મેં મારી આખી જિંદગીમાં આવી ભયંકર અને ખતરનાક પરિસ્થિતિ ક્યારેય નથી જોય, હવે તો આપણને ભગવાનજ બચાવી શકે છે

અંબાલાલ કાકાએ કહ્યું કે દીકરાઓ મેં મારી આખી જિંદગીમાં આવી ભયંકર અને ખતરનાક પરિસ્થિતિ ક્યારેય નથી જોય, હવે તો આપણને ભગવાનજ બચાવી શકે છે

Cyclone Biparjoy :- આ વર્ષે તો મારુ બેટુ વાતાવરણ પણ દારૂ પીલીધો હોય તેવું લાગી રહ્યું છે સતત ગોટાળોજ મારી રહ્યું છે. અત્યારે અરબ સાગરમાં બીપારજોય વાવાઝોડું ધબધબાટી બોલાવતું આગળ વધી રહ્યું છે. તો બીજી બાજુ બંગાળની ખાડીમાં તેનો નાનો ભાઈ અથવા બહેન આવે તેની ઘડીઓ ગણાય રહી છે. આ બંને છોકરાઓની વચ્ચે એના મોટા બાપા એટલે કે ચોમાસુ પણ દક્ષિણ ભારતમાં સક્રિય થયું છે. હવે બધાને એવો સવાલ થઇ રહ્યો છે કે આ આખો પરિવાર જો ગુજરાતનો મેમાન બનવા આવ્યો તો ગુજરાત તો લૂંટાઈ જશે. આમાં વળી આપણા અંબાલાલ કાકાએ પણ કહી દીધું કે દીકરાઓ મેં મારી આખી જિંદગીમાં ક્યારેય પણ આવી ખતરનાક અને ગંભીર પરિસ્થિતિ જોઈ નથી. જો આ બંને સિસ્ટમ એક સાથે ગુજરાત પર આવી ગઈ ને તો આપણું તો નામો નિશાન નહિ રહે. હવે તો ભગવાનને બધા પ્રાર્થના કરવા મંડો એના સિવાય આપડો ઉધાર નથી.
વળી આ તરફ હવામાન વિભાગ વાળાએ પણ આગાહી ઠોકી દીધી છે કે, વાવાઝોડા આવે કે ના આવે ઈ અમે 100% ના કહી શકીએ બાકી વાવાઝોડાની અસર ગુજરાત પર થશે એ 101% અમે છાતી ઠોકીને કહી શકીએ છીએ. ભેજ આવવાના લીધે થંડર સ્ટોમ એક્ટિવિટી થશે જેના લીધે 30થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સાથે સાથે અનરાધાર વરસાદ પણ થઈ શકે છે.
પરમ પૂજ્ય શ્રી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે આ બીપારજોય નામનો રાક્ષસ એ આપણા દક્ષિણ ગુજરાત, અને સોરઠ ની ધરા પર ખુબજ માઠી અસરો પોહ્ચાડી શકે છે. તારીખ 12 અને 13 જૂનના રોજ સૌરાષ્ટ્ર (સોરઠની ધરા) અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થઇ શકે છે.
હાલ કેરળમાં વાજતે ગાજતે ચોમાસાનું વિધિવત પૂર્ણ આગમન થઇ ચૂક્યું છે. તો બીજી બાજુ આપણા ગુજરાતમાં ચોમાસાના વરસાદની લોકો હજારો કામ પડતા મૂકીને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મારો મેખુંલીયો આવશે અને આ ગુજરાતની પાવન ધરાને લીલી ચમ કરશે.

આ હવામાન રૂપી કથાને આજે અમે અહીં વિરામ આપીએ છીએ આવતી કાલે ફરી એક નવા અધ્યાય (હવામાન ની આગાહી) સાથે મળીશું ત્યાં સુધી અમને રજા આપો બધાં વાંચન કરવા વાળા સ્ત્રોતા ગણો ને નમ્ર વિનતી છે કે આ કથાને બીજા તમારા સગા સંબંધીઓ સુધી પણ જરુથી મોકલવી જેથી કરીને તે પણ ઘરે બેઠા આ કથાનો લાભ લઇ શકે.

આવીજ નવી નવી કથાઓ (હવામાનની માહિતી) દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

 

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply