Ambalal Patel Scary Forecast For Cyclone:- હાલનું હવામાન જોતા તો એવું લાગી રહ્યું છે કે ગુજરાતના ઘણા શહેરમાં ગરમીનો પારો એ પોતાની શરમ સીમા પર પોહચી ગયો હોય. હાલ ના વાતાવરણ ને જોતા અમદાવાદ શહેરમાં પણ 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તારીખ 11 અને 12 મેના રોજ અમદાવાદ શહેરમાં ચામડી દઝાડતી દે 45 ડિગ્રી સુધી તાપમાન પોહચી જશે છે. આ વચ્ચે હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની વધુ એક ભયાનક માં ભયાનક આગાહી સામે આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે તારીખ 12મે થી ગુજરાતમાં ગરમીનો પારો વધીને 45 ડિગ્રી સુધી પોહચી જશે. આજ રોજથી રાજ્યના અનેક વિસ્તારોમાં આંધી અને વંટોળનુ પણ પ્રમાણ વધે તેવી શક્યતાઓ રહેલી છે. તારીખ 12 મેથી ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતના અનેક વિસ્તારોમાં આંધી અને વંટોળ જોવા મળી શકે છે. આની સાથે સાથે જ તારીખ 18 સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે ગરમી પડવાની સંભાવનાઓ રહેલી છે.
તો બીજી બાજુ તેઓએ વરસાદની પણ સાથે સાથે આગાહી કરતા કહ્યું કે તારીખ 22 થી લઈને 24 મે રાજ્યના અનેક વિસ્તારોમા વરસાદ ખાબકી શકે છે.. આની સાથે સાથે જ તારીખ 28 મે થી લઈને 10 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં ફરી એકવાર નવું વાવાઝોડું સર્જાય તેવી આગાહી કરવામાં આવી રહી છે. આ વાવાઝોડું એ ગુજરાતમાં આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.