You are currently viewing અંબાલાલ પટેલની આ આગાહી થી ગુજરાતમાં ખળભળાટ મચી ગયો, આ તારીખો માં કંઈક મોટું થશે જુઓ અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલની આ આગાહી થી ગુજરાતમાં ખળભળાટ મચી ગયો, આ તારીખો માં કંઈક મોટું થશે જુઓ અહીં ક્લિક કરીને

Ambalal Patel Scary Forecast:- ગુજરાતમાં આજથી ફરીથી મેઘરાજાની જોરદાર બેટિંગ શરૂથઇ ગઈ છે. ત્યારે આ અઠવાડિયામાં ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ કેવો પડી શકે છે તેના વિશે રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ આગાહી કરતા કહ્યું કે રાજ્યના આવનારા 36 કલાક ખુબજ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં બે દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ થશે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.




હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તારીખ 12 જુલાઇ સુધી વરસાદની શક્યતાછે. તેમાં પણ 10 તારીખ સુધી ભારેથી અતિભારેની સંભાવના છે. જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર ભારે વરસાદની સંભાવના રહેશે. જૂનાગઢ, વેરાવળમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે.આ વરસાદનું વહન જબરું છે. આ વહન પશ્ચિમ ઘાટને તરબોળ કરશે. ગુજરાતના ઘણા ભાગોને તરબોળ કરશે. કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.




તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે, 15મી જુલાઇએ પણ બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઉભું થશે. તે ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ લાવશે. પશ્ચિમના છેડે વરસાદ લાવતાં ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 15 પછી 17થી 20 જુલાઇમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.

ખાસ કરીને 20મી પછી જે વહન આવી રહ્યું છે, તે ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. આ વહન જબરું હશે. જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. ગંગા-જમનાની જળસપાટીમાં વધારો થશે. ઉત્તર ભારતની નદીઓમાં પુર આવવાની શક્યતા છે. એટલે કે, 20મી તારીખનું લો પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાય શકે છે.




ઉપરાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે, આગામી 36 કલાકમાં બનાસકાંઠાના ભાગો પાલનપુર, રાધનપુર, કાંકરેજ અને થરાદના ભાગોમાં વરસાદ થશે, જેમાં કોઇ-કોઇ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠામાં કેટલીક નદીઓમાં પુર પણ આવવાની શક્યતા રહેશે. ઉપરાંત મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, મહેસાણાની રૂપેણ જેવી નદીઓ, ખારી જેવી નદીઓમાં પાણીની આવક વધી શકે તેમ છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply