Ambalal Patel Scary Forecast:- મિત્રો ફરી એકવાર ઉનાળાની શરૂઆત તો થઇ ગઈ છે પરંતુ આ ઉનાળો કેટલો સમય રહે તેની કોઈ ગેરન્ટી નથી, હવામાન વિભાગનું કહેવું છે કે સોમવારના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી શકે છે. તારીખ 9મી મે ના રોજ અમદાવાદ શહેરમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
આ પછી તાપમાનનો પારોએ 3 થી લઈને 4 ડિગ્રી સુધી વધી શકે છે. બીજી બાજુ આપણા અંબાલાલ કાકા એ પણ આ વર્ષના ચોમાસાને લઈને આગાહી કરતા કહ્યું કે તારીખ 15 જૂનથી વિધિવત રીતે રાજ્યમાં ચોમાસુ બેસી જશે. વાતાવરણમાં ધીમે-ધીમે ભેજનું પ્રમાણ વધી શકે છે અને વાદળો સ્થિર થયા પછી ચોમાસાની શરૂઆત થશે, તેઓએ જણાવ્યું કે અત્યારે તો ચોમાસાના સારા સંકેતો દેખાઈ રહ્યા છે.
ચોમાસુ બેસે તે પહેલા રાજ્યમાં આંધી અને વંટોળ આવે તેવી સંભાવનાઓ રહેલી છે.. ગુજરાતના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો એ 44 ડિગ્રી સુધી પોહચી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
તેઓએ આગળ જણાવતા કહ્યું કે ગરમી અને માવઠા વચ્ચે આ વર્ષનું ચોમાસું એકન્દરે સારું રહે તેવી સંભાવનાઓ રહેલી છે. તેઓએ કહ્યું કે, અત્યારે વાતાવરણમાં પશુ, પક્ષી અને જીવજંતુઓની હલચલ એ આ વર્ષના ચોમાસાને લઈને ખુબજ સારા સંકેતો આપી રહી છે. આવનારા થોડાક સમયમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટીનો આજથી જ શરૂ થઇ ગઈ છે. જો કે આ વચ્ચે આવનારા સમયમા ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.