You are currently viewing ગુજરાત પર હજુ ત્રણ મોટી આકાશી આફતો આવવાની અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી

ગુજરાત પર હજુ ત્રણ મોટી આકાશી આફતો આવવાની અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી

Ambalal Patel Scary Forecast:-  મે મહિના દરમિયાન હવમાનનો મિજાજ કેવો રહશે? (Gujarat Weather Forecast) ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિના અને જૂન મહિના ને લઈને કરી સૌથી માટે મોટી આગાહી કરી નાખી છે. અંબાલાલ પટેલ (ambalal patel) ના જણાવ્યા અનુસાર રાજ્ય પર આ વખતે એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ મોટી આકાશી આફત આવી રહી છે. હાલ માં બંગાળની ખાડી પર એક મોટા ચક્રવાત સક્રિય થાય તેવું જણાય રહ્યું છે. આ ચક્રવાતની અસર આપણા ગુજરાત પર પડશે કે નહિ આવું અંબાલાલ પટેલને પૂછવામાં આવ્યું તો તેઓએ સહ વિસ્તાર જવાબ આપતા જણાવ્યું.




મે માસમાં રાજ્ય પર ત્રણ મોટી આકાશી આફતો આવી શકે છે. અંબાલાલના મત મુજબ ગાભા કાઢી નાખે તેવી ગરમી પડવાની છે, પરંતુ ફરી એકવાર આંધી વંટોળ આવી શકે છે. આટલુંજ નહીં, પરંતુ હજુ એકવાર માવઠું આવી શકે છે. આ વખતે અંબાલાલ પટેલે તારીખોની સાથે સાથે ત્રણેય આફતોની આગાહી કરી દીધી છે.

અહીં અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળની ખાડીમાં માત્ર એકજ વાવાઝોડું સક્રિય થઇ રહ્યું છે એવું નથી પરંતુ હજુ પણ બે કે તેથી વધુ વાવાઝોડા સક્રિય થાય તેવી શક્યતાઓ રહેલી છે. આ વાવાઝોડાના લીધે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડી શકે છે.




11 મેં પછી વાવાઝોડું એ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેશે. વાવાઝોડાની ઝડપ અંદાજિત પ્રતિ કલાકે 100 કિમીની હોઈ શકે છે. એક તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે તો બીજી તરફ ગુજરાતમાં આકરી ગરમી પડશે. તારીખ 11થી લઈને 18 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો થી ભારે વરસાદ ખાબકી શકે છે.

અંબાલાલ પટેલના અનુસાર મે, મહિનામાં અને જૂન મહિનામાં પણ બેથી ત્રણ વાવાઝોડા સક્રિય થાય તેવી શક્યતાઓ રહેલી છે. તારીખ 18મી નવેમ્બર પછી પણ વાવાઝોડાનું સંકટ યથાવત રહી શકે છે. તારીખ 28મી મેથી લઈને 4 જૂન વચ્ચે ના સમય ગાળા દરમિયાન ફરી એકવાર અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે. આને લીધે પશ્ચિમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી પણ ફરી એકવાર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં માવઠું પડી શકે છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

This Post Has One Comment

Leave a Reply