Cyclone Biparjoy:- પહેલા જે વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં જય શકે તેવી બધાજ હવામાન વિભાગવાળાઓનું કહેવું હતું પરંતુ હાલમાં એવું જોવા મળી રહ્યું છે કે તે ગુજરાત ના કચ્છ વિસ્તાર માં લેન્ડ થઇ શકે છે. તંત્ર દ્વારા SDRFની 12 અને NDRFની 7 જેટલી ટૂકડીઓને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારો પર તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બીજી પણ ઘણી ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. હવામાન વિભાગનું અને અંબાલાલ પટેલનું એવું માનવું છે કે વાવાઝોડું એ 15 મી જૂનના બપોરે ગુજરાતના દરિયાકાંઠે પોહચી જશે.
હવામાન વિભાગનું એવું માનવું છે કે અરબી સમુદ્રમાં ઉત્તર તરફ ગતિ કરી રહેલું બિપરજોય વાવાઝોડું એ 14મી જૂનના રોજ સવારે પૂર્વમાં ફંટાઈ શકે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. બીપરજોય વાવાઝોડું એ સૌરાષ્ટ્ર-કચ્છની દરિયાઈ પટ્ટીના વિસ્તારો પર અસર કરી શકે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વાવાઝોડાની આંખ એ કચ્છ તરફ આગળ વધી રહી છે. હાલ વાવાઝોડું એ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થી આગળ વધી રહ્યું છે.
તારીખ 14 અને 15 જૂનના રોજ ગુજરાતના રાજકોટ, કચ્છ, પોરબંદર, મોરબી, જૂનાગઢ, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે.
(હવામાનની માહિતી) દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.