Ambalal Patel Scary Prediction:- અંબાલાલ પટેલને એક સમયે જ્યારે સરકારી નોકરી વખતે બિયારણની તાપસ માટે ગામડાઓમાં ફરતા હતા ત્યારે ખેડૂતો વરસાદ પર નિરભર રહેતા હોય તેવામાં તેમને ખેતીમાં નુકસાન ટળે તે માટે વરસાદ વિશે અભ્યાસ કરવાનો વિચાર આવ્યો હતો. આ પછી હવામાન વિભાગે આગાહી કઈ રીતે થાય તે અંગે સમજવાનો પ્રયાસ કર્યો આજે પણ તેઓ વરસાદની આગાહીને સમજવા માટે સતત અભ્યાસ કરતા રહે છે.
તેમણે જે પ્રમાણે તારીખ સાથે અગાઉથી જ દક્ષિણ ગુજરાત તથા મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગો માટે ભારે વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે વરસાદ મહેર થઈ રહી છે. આવામાં પાછલા 24 કલાકમાં સુરત, નવસારી, છોટાઉદેપુર, વલસાડ સહિતના ભાગોમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. અંબાલાલે આગામી દિવસોમાં પણ વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે આગાહી કરી
અંબાલાલ પટેલે ગુજરાતના દક્ષિણ ભાગમાં હાલ જે વરસાદ થઈ રહ્યો છે તે અંગે અગાઉ આગાહી કરીને નર્મદા, તાપી અને છેક સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. જેમાં તેમણે તાપી નદીમાં સામાન્ય પૂરની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી. અંબાલાલ પટેલે જુલાઈના અંતમાં દક્ષિણમાં મેઘો રેલમછેલ કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી હતી. તે પ્રમાણે વરસાદ જોવા મળ્યો છે.
આ સાથે અંબાલાલ પટેલે ઓગસ્ટની શરુઆતમાં પણ જબરુ વહન આવી રહ્યું હોવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ માસમાં જે વહન આવી રહ્યું છે તે જબરું છે, કારણ કે અરબ સાગરમાં સિસ્ટમ પર સિસ્ટમ ટ્રોપિકલ સ્ટોર્મ તથા અન્ય કારણે બની રહી છે, તેના લીધે જાણે આખો બંગાળનો ઉપસાગર વલોવાતો હોય તેવી સ્થિતિ સર્જાશે.
બંગાળના ઉપસાગરમાં તથા અરબ સાગરમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ઓગસ્ટના વહનના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. જુલાઈના અંતનો તથા ઓગસ્ટનો વરસાદ મોટા ફોરાનો હશે. આ વરસાદ ભેજ ખેંચી લાવશે.
ઘેડ પંથકમાં તથા ધંધુકા, ધોળકામાં વરસાદ થતાં ભેજ રહેશે, જેના કારણે રવી પાકમાં ઘઉં વગેરે સાથે થવાની શક્યતાઓ રહેશે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદનું ચોથું વહન ભારે રહી શકે છે. એક પછી એક સિસ્ટમ બનશે જે ઓગસ્ટની 15 તારીખ સુધીમાં વરસાદ લાવી શકે એમ છે, એટલે આ વરસાદનું વહન જબરું છે. દરિયો તોફાની રહી શકે છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવશે.
ઓગસ્ટમાં માસમાં ક્યાં કેવો વરસાદ રહેશે તે અંગે વાત કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, પ્રથમ સપ્તાહમાં અરવલ્લી, સાબરકાંઠા, પાલનપુરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણા સહિતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ સિવાય તેમણે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સુધી વાતાવરણમાં પલટા આવવાની સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતમાં બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર જોવા મળ્યું હતું. જેના કારણે ઢાઢર, ઓરસંગ, ઔરંગા સહિતની નદીઓ અને નાળામાં નવા નીર આવ્યા હતા. છોટાઉદેપુર, નવસારી, પંચમહાલ, નર્મદા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં પાછલા 24 કલાકમાં સૌથી વધુ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 209mm અને બોડેલીમાં 195mm તથા પંચમહાલમાં 149mm વરસાદ નોંધાયો છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.