Ambalal Patel Scary Prediction:- ગુજરાતમાં અષાઢ મહિનામાં બારેમેઘ ખાંગા થયા છે. ચારે તરફ નદી નાળાઓ ભર્યા બાદ આજ રોજ વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં પાંચ દિવસ ચોમાસુ સામાન્ય રહશે. આ આગાહી થી ઘણા લોકોને રાહત મળી છે.
પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો સવાયો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. તેઓએ સાથે સાથે એ પણ જણાવ્યું કે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી કોઈ પણ ભારે વરસાદની કોઇ ચેતવણી નથી. આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં, ગુજરાતના ઉત્તર માં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે., આ સાથે દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે.
તો બીજી તરફ હવામાન વિભાગે કાલે એટલે કે તારીખ 4 ના રોજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય હવામાન નિષ્ણાત જીવાભાઈ અંબાલાલ પટેલ નું કહેવું છે કે હજુ પણ એક ભારે થી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે જે તારીખ 8 થી લઈને 15 સુધીમાં આવવાની સંભાવનાઓ રહેલી છે. જેમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.