Ambalal Patel Scary Prediction:- હાલ સમગ્ર ગુજરાતમાં 32.27% જેટલો વરસાદ પડી ચુક્યો છે, જેના લીધે ગુજરાતના અનેક ડેમો ઓવરફ્લો થઇ ચુક્યા છે. અને અનેક જગ્યાએ નદીઓ માં ઘોડાપૂરની પણ સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ વરસાદના પેલા રાઉન્ડ ને લીધે લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે. તો અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવું પડ્યું છે. હવામાન ના એક્સપર્ટ નું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં આવો વરસાદ નહિ પડ્યો. આ વર્ષે તો ચોમાસાની શરૂઆત માંજ મેઘરાજા એ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવી દીધું.
તો બીજી બાજુ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા જીવાભાઈ અંબાલાલ પટેલ લે અષાઢી પૂનમનો હાંડો જોઈને કહ્યું કે નું પૂનમનો હાંડો કેટલો ભેજ છે, તે દર્શાવે છે. પૂનમમાં મોટી ભરતી હોય છે. મોટી ભરતીમાં વરાળમાંથી ભેજ કેટલો ઊંચો ચડ્યો છે તે બતાવે છે. કાલે વાદળો આછા હતા. આ આછા વાદળો દર્શાવે છે કે, સાંજના સમયે સામાન્ય વરસાદ થાય તે બરાબર છે, પરંતુ અતિભારે વરસાદ હજુ થોડા દિવસ લેટ છે. છતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ રહેવાની છે. ઉપરાંત સુરત, નવસારી, ડાંગ સહિત દક્ષિણના ભાગોમાં વરસાદ રહેશે.
અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે હાલ તારીખ 8 થી લઈને 13 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદ પડશે જેને લીધે પેલે થી ઘોડાપુર આવેલ નદીઓમાં ફરીથી પાણીનો વધારો થશે અને નદીઓ નીચાણ વાળા વિસ્તારોમાં ખુશી જશે જેને લીધે જનજીવન પર ખુબજ માઠી અસર જોવા મળશે.
આ તારીખો દરમિયાન નદીઓ બે કાંઠે વહેશે અને અનેક જગ્યાઓ માં પાણી ભરાશે. લોકોને અપીલ કરવામાં આવે છે કે તે પોતાના માલસામાન સાથે ઉંચાણ વાળા વિસ્તારોમાં ચાલ્યા જાય નહીતો ખુબજ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડશે.
હાલ જોયે તો ડેમો પણ ચલો ચલ ભરાઈ ગયા છે અને જો અનરાધાર વરસાદ પડશે તો તે ડેમો ઓવરફ્લો થશે. અનેક વિસ્તારોને હવામાન વિભાગે રેડ એલર્ટ પણ આપ્યું છે.
આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે બીજા રાઉન્ડ પછી વરસાદ ખેંચાઈ શકે છે. તો વળી આ વર્ષનું ચોમાસુ ખુબજ ગુંચવણ ભર્યું રહશે.
મિત્રો આ હવામાન ની અનિયમિતતા માટે આપણેજ જવાબદાર છીએ, ચારે તરફ જંગલોનો નાશ કરીને ત્યાં સ્ટીલના જંગલો બનાવી રહ્યા છીએ. જો આવુજ કરતા રહેશુ અને પર્યાવરણ નું જતન નહિ કરીએ તો થોડાકજ વર્ષ માં પૃથ્વી પરથી માનવ જાતિ નો વિનાશ થઇ જશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.