Ambalal Patel Scary Prediction:- રાજ્યના હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં વરસાદ આવે તેવી શક્યતાઓ જણાવવામાં આવી રહી છે. બુધવાર ના રોજ હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતમાં પાંચ દિવસ અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ પડે તેવી વાત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચોમાસુંએ કર્ણાટકમાં ગૂંચવાયું હોવા છતાં પણ ગુજરાતમાં તારીખ 25 થી લઈને 30 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ જણાવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડા અને ચોમાસાની અસરથી રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ રહેલી છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ આવનારા દીવસોમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી શક્યતાઓ જણાવી છે. રાજ્યમાં આવેલુ વાવાઝોડુંએ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બંનયુ છે, વાવાઝોડાના કારણ વાવણી લાયક વરસાદ થયો છે. હવે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જોકે, ચોમાસું ક્યારે બેસશે તેને લઈને ખેડૂતોને મોટો સવાલ થઈ રહ્યો છે.
ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરુઆત થતી હોય છે પરંતુ આ વર્ષે વાવાઝોડાના કારણે ચોમાસાની સિસ્ટમ પર અસર થઈ છે, જોકે, અગાઉ દેશના હવામાન વિભાગે ચોમાસાની સિસ્ટમ આગળ વધવા માટે સાનુકૂળ હોવાનું કહ્યું છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી જણાવે છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. કારણે કે, ભેજ આવી રહ્યો છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. પાંચ દિવસની બુધવારે કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતના દક્ષિણ ગજરાતના ભાગોનો સમાવેશ થાય છે. જેમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતા ત્રણ દિવસ દરમિયાન સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, હવામાન વિભાગે આ ચાર દિવસો માટે કોઈ ચેતવણી આપી નથી. આ દિવસોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. બુધવારે વલ્લભ વિદ્યાનગર 38 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. જે પછી અમદાવાદ, વડોદરા સહિત અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું.
અંબાલાલ પટેલે જણાવ્યું કે વાવાઝોડાની સંતાકૂકડીના લીધે ભારતમાં ચોમાસું કંઈક નવી જાતનું રહેવાની સંભાવના છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નથી થયો ત્યાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. અંબાલાલે 25 થી 30 જુન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થવાની અને નદીઓમાં નવા નીર આવવાની આગાહી કરી છે.
આવીજ નવી નવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.