Ambalal Patel Scary Prediction:- રાજ્યમાં કુલ સરેરાશ 85 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આવામાં ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં સાથે જ આ મહિનામાં વરસાદની આગાહી પણ સામે આવી રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના નવા રાઉન્ડ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદ કેવો રહેશે? તેનું અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે જ ક્યાં વિસ્તારોમાં અને કેમ ધોધમાર વરસાદ ખાબકશે? તે પણ જણાવ્યું છે. ત્યારે જોઇએ આજથી જ એટલે કે ઓગસ્ટની પહેલી તારીખથી જ વરસાદનો મિજાજ કેવો રહેશે? તે જાણીએ…
વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમના દ્વારા ઓગસ્ટમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ તેમણે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આજના દિવસે રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે 2 અને 3 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સાથે જ આ વરસાદ આગામી લગભગ 9 તારીખ સુધી પડી શકે છે.
અંબાલાલ પટેલે વ્યક્ત કરેલા અનુમાન પરથી કહી શકાય કે, મેઘહરાજાનો ચોથો રાઉન્ડ ધડબડાટી બોલાવશે. કેમ કે, તેમના જણાવ્યા અનુસાર, આજે બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર થશે. જ્યારે આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડશે.
તેમણે જણાવ્યું કે, ભારે વરસાદથી જળાશયોની જળસપાટી વધશે. સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે. નર્મદા નદી પણ બે કાંઠે થવાની શક્યતા રહેશે. તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થશે.
અંબાલાલ પટેલે આગામી મહિના એટલે કે સપ્ટેમ્બર અંગે પણ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરમાં પણ વરસાદની શક્યતા છે. સાથે જ તેમણે કહ્યું કે, વરાપ ના થતાં ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે, જ્યારે વરાપ થશે તો ખેડૂતો વાવણી કરી શકશે. સાથે જ કચ્છના ભાગોમાં 30થી 35 કિ.મીઝડપે પવન ફૂંકાશે. ભારે પવનથી બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.
Pingback: અંબાલાલ પટેલની આખા ઓગસ્ટ મહિનાને લઈને તારીખ વાર સાથે આવી ગઈ ભુક્કા કાઢી નાખે તેવી આગાહી જલ્દીથી