Ambalal Patel Scary Prediction:- અત્યારે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ચારે તરફ વરસાદ જ વરસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક 2 ઇંચ તો ક્યાંક 8 ઇંચ સમગ્ર ગુજરાતને મેઘરાજાએ પાણી પાણી કરી દીધું છે. અત્યારે અનેક નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અને રસ્તાઓ પર નદીઓ જોવા મળી રહી છે. અને અનેક જગ્યાએ તો જળપ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
આજે ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 12 કલાકમાં 231 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી 29 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સાંતલપુરમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યાં જનજીવવને ભારે અસર પહોંચી છે. તો કોટડા સાંગાણીમાં 5 ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. આ સાથે જ અબડાસા, ખંભાળિયા, ઉપલેટામાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વંથલીમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આવનારા હજુ 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. અંબાલાલ પટેલે તારીખ 12 સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ભારે થી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે. જૂનાગઢ, વેરાવળમાં પણ ભારે વરસાદની પડી શકે છે. અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે.
અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર, બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં પાલનપુર, રાધનપુર, કાંકરેજ અને થરાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે. જેમાં કોઇ-કોઇ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. બનાસકાંઠામાં અનેક નદીઓમાં પુર ની પણ સંભાવના રહેલી છે, આ સિવાય મહેસાણાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની પડે તેવી શક્યતા રહેલી છે. મહેસાણાની રૂપેણ જેવી નદીઓ, ખારી જેવી નદીઓમાં પાણીની આવક વધી શકે તેમ છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. તેના ચાર દિવસ પછી એટલે કે 15 જુલાઈ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થશે. જે બીજા પાંચ દિવસ એટલે કે લગભગ 20 જુલાઈ સુધી રહેશે. 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રહેશે એવું તેમણે કહ્યું.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.