You are currently viewing અંબાલાલ કાકાની આગાહી આ વાવાઝોડું તો ટ્રેલર જ હતું, પિક્ચર તો હજુ બાકી છે મારા દીકરાઓ, આ વર્ષે હજુ આટલી મોટી આફતો આવશે

અંબાલાલ કાકાની આગાહી આ વાવાઝોડું તો ટ્રેલર જ હતું, પિક્ચર તો હજુ બાકી છે મારા દીકરાઓ, આ વર્ષે હજુ આટલી મોટી આફતો આવશે

Ambalal Patel Scary Prediction:- ગુજરાતમાં હાલ બિપોરજાેય વાવાઝોડાનો ભય જોવા મળી રહ્યો છે. અને આ વાવાઝોડાની અસરને ટાળવા માટે તંત્ર પણ ખડે પગે છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં તારીખ 9,10 અને 11 જૂનના રોજ વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જેના લીધે અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. તેઓએ કહ્યું કે પવનની ઝડપ ૬૦ થી લઈને ૯૦ કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. આ વાતને ધ્યાને રાખીને માછીમારોને પણ દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, આ વાવાઝોડું તો ટ્રેલર જ છે, પિક્ચર અભી બાકી હૈ, મેરે દોસ્ત ૨૦૨૩નું વર્ષ એ વાવાઝોડાઓ થી ભરેલું રહશે.




જીવરાજભાઈ અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ રહેલી છે અને તેઓએ જે હોળીનો વર્તારો કાઢ્યો હતો તેના પરથી એવું જાણવા મળી રહ્યું છે કે કુદરતી પ્રકોપોનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેવું પડશે. તેઓના જણાવ્યા મુજબ ઓક્ટોબર, નવેમ્બર અને ડીસેમ્બરમાં તોફાની વાવાઝોડાઓ આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.




અંબાલાલ પટેલે જણવ્યું કે પાંચ ઓક્ટોબરના રોજ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો માં પવન પણ ફૂંકાઈ તેવી શક્યતાઓ રહેલી છે, તારીખ ૧૭ ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવન ફૂંકાઈ તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ તારીખ ૧૬ નવેમ્બરે ના રોજ બંગાળના ઉપ સાગરમાં પણ હવાનું હળવું દબાણ સર્જાતા ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply