Ambalal Patel Scary Prediction:- ગુજરાતમાં અત્યારે ચોમાસાના તેવર થોડા ઠંડા પડ્યા છે. એવું લાગી રહ્યું છે કે મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ બે દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરના હવામાન વિભાગ દ્વારા વરસાદના બીજા રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, હજુ પણ બે દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ જ પડશે. અતિભારે વરસાદની કોઈ પણ આગાહી હાલમાં કરવામાં નથી. ગુજરામાં સારા વરસાદને લીધે સોમવારે, તારીખ 3 જુલાઈના સવારે આઠ કલાક દરમિયાન કુલ 206 જળાશયોમાં સંગ્રહ શક્તિના 38.61 ટકા જેટલું પાણીનો જથો સંગ્રહ થયો છે.
આવનારા પાંચ દિવસ વરસાદની આગાહી કરતાં જીવાભાઈ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગના ડાઈરેકટર શ્રી મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં જ ખૂબ ઓછા વરસાદની શક્યતાઓ રહેલી છે. માત્ર હળવો થી સામાન્ય વરસાદ જ પડશે.
તો બીજી બાજુ તેઓએ જણાવ્યું કે સુરત અને ભરૂચમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. ત્રણ દિવસ પછી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં મોટો ફેરફાર આવી શકે છે.
તેઓએ જણાવ્યું કે તારીખ 6 અને 7 ના રોજ રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 6 તારીખની વાત કરીએ તો સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સિવાય તારીખ 7મી જુલાઇના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને, સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારો, વસલાડ, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે સુરત અને તાપીમાં ભારે વરસાદ થઇ શકે છે.
તારીખ 4, 5, 6 અને 7 જુલાઇએ માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આ દિવસોમાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઇ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ બધીજ નદીઓ બે કાંઠે વહી રહી છે અને જો ફરીથી ઉપર જણાવ્યા અનુસાર અતિભારે વરસાદ આવે તો નદીઓમાં ઘોડાપુર ની સ્થિતિ જોવા મળી શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.