Ambalal Patel Scary Prediction:- ભારતના દરેક રાજ્યમાં આ દિવસોમાં વરસાદ વરસી રહ્યો છે. જૂન મહિનામાં આઠ જૂનના રોજ કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થયા પછી અલગ અલગ રાજ્યોમાં વરસાદ પહોંચી ગયો છે. હાલ હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને એક ખુશખબર આપી છે. રવિવારના રોજ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે સાઉથવેસ્ટ મોનસૂને આખા દેશને કવર કરી લીધો છે. એટલે કોઈ વિસ્તાર બાકી નથી, જ્યાં ચોમાસું પહોંચ્યું નથી. તો બીજી તરફ દક્ષિણના ઘણા એવા રાજ્યો છે જ્યાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સાઉથવેસ્ટ મોનસૂન રવિવારના રોજ રાજસ્થાન, હરિયાણા અને પંજાબના અનેક વિસ્તારોમાં પહોંચી ગયું છે. હવે સમગ્ર ભારત ભરમાં ચોમાસુ પહોંચી ગયું છે. ખુશીની વાત છે કે સામાન્ય રીતે તેનો સમય દેશને કવર કરવાનો આઠ જુલાઈ છે, પરંતુ છ દિવસ પહેલા તેણે 2 જુલાઈએ દેશને કવર કરી લીધો છે.
તો બીજી બાજુ આપણા ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક ખુબજ ભયન્કર આગાહી કરતા કહ્યું કે તારીખ 4 અને 5 ના રોજ સમગ્ર ગુજરાત માં વરસાદ નું જોર રહેશે અને અનેક જગ્યાઓ પર મુસળધાર વરસાદ પડી શકે છે તો ક્યાંક પૂરની પણ સ્થિતિ જોવા મળી શકે છે.
હાલ જોવા જઈએ તો અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી દીધી છે જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, જેવા અનેક જિલ્લાઓ માં વરસાદે ભુક્કા કાઢી નાખ્યા છે અને અંબાલાલ ની આગાહીઓ સાચી પડી છે અને. હજુ પણ આવનારા બે થી ત્રણ દિવસ સમગ્ર ગુજરાત માટે ખુબજ ભારે રહી શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.