Ambalal Patel Scary Prediction:- ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે ફરી એકવાર વાવાઝોડાની સાથે સાથે ભારે થી અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે. તો બીજી બાજુ હવામાન વિભાગે પણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે. તેઓના કહેવા પ્રમાણે અરબ સાગરમાં હાલ સાયક્લોનીક સર્ક્યુલેશન ઉદભવી રહી છે.
જેના લીધે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પૂર્વીય અરબ સાગરમાં તારીખ 5 ના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન બને તેવી સંભવનાઓ રહેલી છે. આની સાથે સાથેજ તારીખ 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન એ લો પ્રેશર માં રૂપાંતરિત થાય તેવી શક્યતાઓ રહેલી છે. જેને લીધે દક્ષિણ સૌરાષ્ટ્ર ના અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે થી અતિ ભારે વરસાદ થવાની સંભવનાઓ રહેલી છે.
હવામાન વિભગના જણાવ્યા અનુસાર તારીખ 7 થી લઈને 11 જૂન વચ્ચે અમુક જિલ્લાઓમા ભારે અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. હાલ તમને જણાવી દઈએ કે ચોમાસુ એ અત્યારે લક્ષદ્વીપ અને માલદીવ પર પહોંચ્યુ છે. તે થોડાકજ સમયમાં કેરળ પોહચી જશે. આની સાથે સાથે જ કેરળ પછી તે ચોમાસુ મહારાષ્ટ્ર અને તે પછી ગુજરાત પોહચી જશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.