Ambalal Patel Scary Prediction:- ગુજરાતમાં 25 જુનથી વરસાદ સતત ધબધબાટી બોલાવી રહ્યો છે.. ગુજરાતમાં આવનારા 3 દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે. 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટવાનું અનુમાન છે. જોકે આજે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. ડેમોમાં જળસ્ત્ર ઊંચા આવ્યા છે. જોકે હજુ પણ ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે વરસાદનુ જોર યથાવત રહેશે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ વરસાદ રહેવાની આગાહી કરી છે.
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી અને ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી જીવાભાઈ અંબાલાલ પટેલ (Jivabhai Ambalal Patel) દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજ્યમાં ભારેથી અતિભારે અને એકાદ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ તેનું રોદ્ર સ્વરૂપ બતાવે તેવી શક્યતા રહેલી છે. રાજ્યમાં વરસાદ થવાનુ મુખ્ય કારણ છે કે મોનસુન સિસ્ટમ સક્રિય છે. એક નહી પણ ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેના લીધે રાજ્યમાં વરસાદ થય રહ્યો છે.
શનિવારે જામનગર, કચ્છ, પોરબંદર, દ્વારકામાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મોરબી, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, અરવલ્લી, તાપી,નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
9 જુલાઈના બનાસકાંઠા અને મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પાટણ, મહેસાણા, સાબરાકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જુલાઈથી વરસાદનુ જોર ઘટી જશે. બનાસકાંઠા પાટણ, અને સાબરકાંઠામાં ભારે વરસાદ રહેશે, અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.