Ambalal Patel Scary Predicts Cyclone Mocha:- ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે માવઠું થઇ રહ્યું છે અને હજુ પણ આવનારા દિવસોમાં માવઠાનો કહેર યથાવત (Gujarat Weather Forecast) રહેશે. અહીં તમને જણાવી દઈએ કે જો બંગાળની ખાડી અને અરબ સાગરમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય તો તેની સીધીજ અસર ગુજરાતના વાતાવરણ પર પડતી હોય છે. અત્યારે અરબ સાગરમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય હોય તેવું લાગી રહ્યું નથી, પણ બંગાળનો જે ઉપસાગર છે તેમાં હલચલ જોવા મળી રહી છે. ગુજરાતના હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલનું કહેવું છે કે, બંગાળની ખાડીમાં વાવાઝોડુ સક્રિય (Cyclone Mocha) થાય તેવી શક્યતાઓ રહેલી છે.
તેઓએ આગાહી કરતા કહ્યું કે મેં મહિના દરમિયાન ભયંકર તોફાની વાવાઝોડા (Cyclone Mocha) આવવાની શક્યતાઓ રહેલી છે. તારીખ 7 મેં ના રોજ થી બંગાળની ખાડી ના ભાગોમાં ચક્રવાત સક્રિય થઇ જશે અને 9 થી 10 મેં ના રોજ તે ખુબજ ભયકંર રૂપ ધારણ કરી લેશે.
તારીખ 10 થી લઈને 18 મેં સુધીમાં વાવાઝોડું Cyclone Mocha ખુબજ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેશે અને દક્ષિણ ના પૂર્વિય તટ અને બાંગલાદેશ ના અનેક વિસ્તારો પર તેની ખુબજ માઠી અસર જોવા મળશે. આ દરમિયાન રાજ્યમાં ખુબજ ગરમી પડે તેવી શક્યતાઓ રહેલી છે. આ વાવાઝોડાની સાથે સાથે દક્ષિણ પૂર્વિય તટ પર બીજી એક સિસ્ટમ ત્યાર થશે. આ દરમિયાન અરબી સમુદ્ર તરફ ભેજ ખેંચવાનું શરુ થશે આના લીધે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ રહેલી છે.
જોકે હવે ઉનાળોએ હવે પૂર્ણ થવાને આરે છે, પરંતુ હજુ સુધી ઉનાળાની ઋતુમાં જેટલી ગરમી પાડવી જોઈએ એટલી ગરમી પડી નથી. પણ હવે વાવાઝોડાના લીધે રાજ્યમાં ગરમી વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ગંગા જમનાના મેદાની વિસ્તારોમાં 44 ડિગ્રી સુધીનું તાપમાન પોહચી શકે છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં 43 ડિગ્રી સુધી તાપમાન પોહચી શકે છે, ઉત્તર ગુજરાતમાં 43 અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં 42 ડિગ્રી સુધી તાપમાન પોહચી શકે છે. આ સિવાય મે મહિનાના અંત ભાગમાં અને જૂન મહિનાની શરુઆતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડું આવે તેવી શક્યતાઓ રહેલી છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.